તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો :પોર બેઠક પર નયના પરમારનો બળવો: અપક્ષ લડવાની જાહેરાત
પોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારને ફરી રિપીટ કરતા નયના પરમારે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી

વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. ખાસ કરીને પોર જિલ્લા પંચાયત બેઠક પર પક્ષના જૂના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે આ બેઠક પર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારને ફરી એકવાર રિપીટ કરતા વર્ષોથી પક્ષ માટે કામ કરતા નયના પરમારે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે.
અંકિતા પરમાર વડોદરા જિલ્લા ભાજપનો મોટો ચહેરો ગણાય છે અને અગાઉ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. પક્ષે તેમના અનુભવ પર ભરોસો મૂકીને તેમને ફરી મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ આ નિર્ણય ભાજપ કાર્યકર નયના પરમારને મંજૂર નથી. ટિકિટની પ્રબળ દાવેદાર ગણાતા નયના જાડેજાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા હવે કેસરિયા બ્રિગેડ સામે જ જંગ છેડ્યો છે.
નયના જાડેજાના પતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે તેઓ પોર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ જાહેરાત બાદ ભાજપના સ્થાનિક સંગઠનમાં દોડધામ મચી ગઈ છે. ભાજપના ગઢ ગણાતા વડોદરા જિલ્લામાં કાર્યકરોનો આ આંતરિક કલહ અને બળવો ચૂંટણી પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું. પક્ષના મોવડી મંડળ દ્વારા નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
