તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
અમદાવાદમાં ફ્લાઈટમાં મોબાઈલ ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ : વધુ બે સાગરીતની ધરપકડ : 21 મોબાઈલ જપ્ત
ઝોન 3 LCB દ્વારા ઝારખંડની આ ગેંગના બે મુખ્ય સભ્યો રઘુ મહતો અને વિક્રમ મહતોની ધરપકડ : ચોરી કરવા માટે તેઓ ફ્લાઈટમાં મુસાફરી કરતા:ક્રિકેટ સ્ટેડિયમ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ભીડભાડવાળા મેળાના સ્થળોને ટાર્ગેટ બનાવતા

અમદાવાદ પોલીસે મોબાઈલ ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ઝોન 3 LCB દ્વારા ઝારખંડની આ ગેંગના બે મુખ્ય સભ્યો રઘુ મહતો અને વિક્રમ મહતોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની કામ કરવાની પદ્ધતિ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ આરોપીઓ એટલા હાઈ-પ્રોફાઈલ હતા કે ચોરી કરવા માટે તેઓ ફ્લાઈટમાં મુસાફરી કરતા હતા. તેઓ મુખ્યત્વે ક્રિકેટ સ્ટેડિયમ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ભીડભાડવાળા મેળાના સ્થળોને ટાર્ગેટ બનાવતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચોરી કરવા માટે તેઓ સગીર બાળકોનો ઉપયોગ કરતા હતા.
પોલીસ પકડથી બચવા માટે આ ગેંગ અદ્યતન તરકીબો અપનાવતી હતી. ચોરી કરેલા મોબાઈલ ટ્રેસ ન થાય તે માટે તેઓ તેના પર સિલ્વર ફોઈલ લગાવી દેતા, જેથી મોબાઈલનું સિગ્નલ બ્લોક થઈ જાય. ત્યારબાદ આ મોબાઈલને અન્ય રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખથી વધુની કિંમતના 21 ચોરીના મોબાઈલ રિકવર કર્યા છે. આ ધરપકડ સાથે જ ગુજરાતમાં નોંધાયેલા 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ આ ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યો અને સગીરોની સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
