<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બ્રાઈટર કિડ્‍સ ઇન્‍ટરનેશનલ પ્રિ-સ્‍કૂલને ભુપેન્‍દ્રભાઈના હસ્‍તે ગુજરાતની નં. ૧ પ્રિ-સ્‍કૂલનો એવોર્ડ એનાયત

રાજકોટ : બ્રાઈટર કિડ્‍સ ઇન્‍ટરનેશનલ પ્રી-સ્‍કૂલને તાજેતરમાં ટીવી-૯ દ્વારા આયોજિત એક સમારોહમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ગુજરાતની નંબર વન પ્રી-સ્‍કૂલના એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ શિક્ષણમાં સંસ્‍થાની ઉત્‍કળષ્ટ કામગીરી, આધુનિક અભિગમ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અપાયો હતો. આ સફળતાનો સંપૂર્ણ શ્રેય સ્‍કૂલના વિઝનરી ફાઉન્‍ડર હિરેનભાઈ કથીરિયા અને એક્‍સપર્ટ પેરેન્‍ટિંગ કોચ શ્રીમતી પ્રિયાંશીબેન કથીરિયાના સચોટ માર્ગદર્શનને જાય છે. સંસ્‍થા માત્ર પુસ્‍તકિયા જ્ઞાન પર આધાર રાખવાને બદલે, આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની મોન્‍ટેસરી પદ્ધતિ અને તેમની પોતાની યુનિક બ્રાઈટર બ્રેન સિસ્‍ટમ દ્વારા ભૂલકાંઓને શિક્ષણ આપે છે.  શિક્ષણની સાથે-સાથે આ સંસ્‍થા સામાજિક ઉત્તરદાયિત્‍વમાં પણ હંમેશા અગ્રેસર રહી છે. એજ્‍યુપ્રિન્‍યોર્સને સાથે જોડીને, વધુને વધુ બાળકો સુધી આ ઉચ્‍ચ સ્‍તરનું એજ્‍યુકેશન પહોંચાડવાની નેમ સંસ્‍થા રાખે છે.  

(3:41 PM IST)