તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે
તાલુકા પંચાયત,નગરપાલિકા, જિલ્લા પંચાયત બાદ મહાનગરપાલિકાના યાદી જાહેર થશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૮ : ગઈકાલે સવારથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો પ્રારંભ થયો હતો તે હજુ પણ ચાલુ છે જેમાં અમુક નામો સાંજ સુધીમાં જાહેર થશે.
આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કામાં તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે જેમાં ખાસ કરીને નિર્વિવાદિત ઉમેદવારોના નામોની યાદી આજ સાંજ સુધીમાં જાહેર થઈ જશે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની યાદી ઉપર હજુ મંજૂરીની મહોર બાકી હોય એ નામો આવતીકાલે અથવા એક દિવસ મોડા જાહેર થશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
