News of Tuesday, 7th April 2026
વડોદરાની ‘સાઈ કૃપા’ હોટેલમાં એક યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યાની ઘટના : મૃતક યુવક પંચમહાલ જિલ્લાનો જયેન્દ્રકુમાર લુહાર હોવાનું ખુલ્યુ
યુવકે આપઘાત માટે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કર્યો : તેની બેગમાંથી એક યુવતીનું વોટર આઈડી કાર્ડ પણ મળી આવ્યું : પ્રેમ સંબંધ અથવા વ્યક્તિગત વિવાદની શક્યતા

વડોદરા તા.૭ :1 શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ‘સાઈ કૃપા’ હોટેલમાં એક યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવક પંચમહાલ જિલ્લાના રહેવાસી જયેન્દ્રકુમાર લુહાર હોવાનું જાણવા મળ્યું છે.
મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો
યુવક ગત સોમવારે સવારે હોટેલમાં રોકાયા હતા અને બીજા દિવસે ચેક-આઉટ કરવાનો હતો. પરંતુ નિર્ધારિત સમય બાદ પણ રૂમમાંથી બહાર ન નીકળતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. વારંવાર દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળતા અંતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ટીમે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
યુવતીના દુપટ્ટાનો ઉપયોગ
તપાસ દરમિયાન પોલીસને કેટલાક રહસ્યમય પુરાવા મળ્યા છે. યુવકે આપઘાત માટે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કર્યો હતો અને તેની બેગમાંથી એક યુવતીનું વોટર આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ પરથી પ્રેમ સંબંધ અથવા વ્યક્તિગત વિવાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સયાજીગંજ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હોટેલના CCTV ફૂટેજ તેમજ મૃતકના મોબાઈલ કોલ ડિટેલ્સની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
