<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અલંગમાં પ્રોડક્‍શન ધીમું પડતાં સ્‍ક્રેપના ભાવ રૂ. ૬ હજાર સુધી વધ્‍યા

શિપ રિસાયક્‍લિંગ સંલગ્ન વ્‍યવસાયોને અસર : શિપના કટિંગ માટે જરૂરિયાતના ૨૫ ટકા ગેસનો પુરવઠો મળતાં પ્રોડક્‍શન ધીમું પડયું

અમદાવાદ,તા.૭: અલંગમાં શિપ રિસાયકલિગ પ્રવૃત્તિ ધીમી પડતા શિપ રિસાક્‍લિંગ સંલગ્ન વ્‍યવસાયો પર અસર જોવા મળી રહી છે. પ્રોડક્‍શન ધીમું પડતા માંગમાં વધારાને પગલે સ્‍ક્રેપના ભાવમાં પ્રતિ ટન ૬ હજાર સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત શિપ રિસાક્‍લિંગ સાથે જોડાયેલા અન્‍ય વ્‍યવસાયો પર પણ ધીમે-ધીમે અસર જોવા મળી રહી છે.

અલંગમાં શિપના કટિંગ માટે  ગેસનો ઉપયોગ થાય છે, હાલની સ્‍થિતિએ અલંગમાં જરૂરિયાતના માત્ર ૨૫ ટકા ગેસનો પુરવઠો મળતો હોવાથી પ્રોડક્‍શન ધીમું થયું છે. આ પરિસ્‍થિતિને જોતા શિપ બ્રેકરોએ કામના કલાકો અથવા તો કામના દિવસોમાં ઘટાડો કરી દીધો છે જેથી પ્રોક્‍શનમાં ઘટાડો થયો છે. જેની સીધી અસર અલંગના સ્‍ક્રેપના વ્‍યવસાયને પડી છે. અલંગના સ્‍ક્રેપના વ્‍યવસાય સાથે જોડાયેલા સૂત્રો અનુસાર અલંગમાં થોડા દિવસોથી પ્રોડક્‍શન ઘટ્‍યું છે અને તેની સામે સ્‍ક્રેપની માંગ વધી ૭.

આ ઉપરાંત સ્‍ક્રેપની આયાત પણ બંધ હોવાથી હાલ સ્‍ક્રેપના ભાવમાં વધારો થયો છે. આશરે છેલ્‍લા એકાદ માસમાં સ્‍ક્રેપના ભાવમાં પ્રતિટન પાંચથી ૬ હજાર સુધીનો વધારો નોંધાયો છે.

હાલ સ્‍ક્રેપનો ભાવ પ્રતિ ટન ૩૭,૮૦૦ સુધી પહોંચ્‍યો છે. દર વર્ષે ઉનાળામાં સ્‍ક્રેપના ભાવમાં આવી સ્‍થિતિ જોવા મળે છે. પરંતુ આ વખતે અલંગમાં પ્રોડક્‍શન ઘટતા આગામી દિવસોમાં તેની પ્રતિકુળ અસરો જોવા મળી શકે છે.

શિપ રિસાયક્‍લિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં દક્ષિણ એશિયાનો દબદબો છે, અને તેમાં પણ અલંગ શિપ રિસાયક્‍લિંગ યાર્ડનો હિસ્‍સો પ્રમુખ હોય છે. પરંતુ છેલ્‍લા ૧૦ વર્ષમાં અલંગ ખાતે ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્‍યા અડધી થઈ ગઈ છે, અને નાણાકીય વર્ષ ટ્ટ ૨૦૨૫-૨૬માં ૧૧૯ શિપ આવ્‍યા છે જેનું કુલ વજન ૧૦,૮૭,૪૪૭ મે.ટન છે, જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ની  સરખામણીએ ક્ષુલ્‍લક વધારો જોવા મળ્‍યો છે.

(10:14 AM IST)