તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયે બાઉન્સર તૈનાત: ટિકિટ કપાયા બાદ નારાજ કાર્યકરોના હલ્લાબોલના ડરથી પગલાં
ચૂંટણી ટાણે નારાજ કાર્યકરો તોફાન મચાવીને સ્થિતિ બેકાબૂ કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે 243 જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં જ કમઠાણ જોવા મળ્યાં છે. હજી ઘણી બેઠકો પર યાદી જાહેર કરવાની બાકી છે. ત્યાં કોંગ્રેસના કાર્યાલય પર બાઉન્સરો જોવા મળી રહ્યાં છે.
ચૂંટણી ટાણે નારાજ કાર્યકરો તોફાન મચાવીને સ્થિતિ બેકાબૂ કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હજી અમદાવાદ સહિતની બેઠકો પર ટિકિટની ફાળવણી બાકી છે. ભૂતકાળમાં ટિકિટ જાહેર થયા બાદ કાર્યાલય પર તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. જેથી આ વખતે આગમચેતીના ભાગરૂપે કાર્યાલય પર બાઉન્સરો તૈનાત કરી દેવાયા છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
