તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
અન્ય સરકારી જગ્યા માટે વયમર્યાદા 35 છે તો પછી શિક્ષકની જગ્યા માટે 33 કેમ ?: મહીસાગરમાં ઉમેદવારોએ કર્યો સવાલ
TET પાસ હોવા છતાં વયમર્યાદા નડતા ઉમેદવારોમાં આક્રોશ. પરિણામ મોડું આવતા અનેક યુવાનો લાયકાત ગુમાવી બેઠા છે. તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે પોસ્ટ ઓફિસે પહોંચ્યા

મહીસાગરમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોએ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વયમર્યાદાના કારણે શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાયુ હોવાનું કહેવું છે. વયમર્યાદા મુદ્દે ઉમદેવારોએ CMને પોસ્ટકાર્ડ લખી કરી રજૂઆત કરાઈ છે. સરકારી વિલંબથી હજારો ઉમેદવાર વયમર્યાદામાં બહાર ફેંકાયા છે. અન્ય ભરતીમાં વય મર્યાદા 35 વર્ષની છે તો તો શિક્ષકો માટે 33 વર્ષ કેમ ? એવો અણીયારો સવાલ પુછાયો છે. TET પાસ હોવા છતાં વયમર્યાદા નડતા ઉમેદવારોમાં આક્રોશ. પરિણામ મોડું આવતા અનેક યુવાનો લાયકાત ગુમાવી બેઠા છે. તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે પોસ્ટ ઓફિસે પહોંચ્યા છે. ભવિષ્ય ધૂંધળું બનતા વય મર્યાદામાં છૂટછાટ આપવા માંગ કરાઈ છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
