<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અમદાવાદના કાંકરિયા ખાતે અત્યાધુનિક મેકેનાઇઝડ લોન્ડ્રી ટ્રેન મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત :દરરોજ 19 ટન જેટલા લીનેનનું સફાઈ કામ

હાઈટેક સુવિધાને કારણે રોજના અંદાજે 43 હજાર બેડશીટ વોશ કરવામાં આવે છે, જેના પરિણામે મુસાફરો તરફથી મળતી ગંદા કપડાની ફરિયાદોમાં 40 ટકાનો નોંધપાત્ર ઘટાડો

અમદાવાદના કાંકરિયા ખાતે અત્યાધુનિક મેકેનાઇઝડ લોન્ડ્રી ટ્રેન મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જ્યાં 1800 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા પ્લાન્ટમાં દરરોજ 19 ટન જેટલા લીનેનનું સફાઈ કામ કરવામાં આવે છે. આ હાઈટેક સુવિધાને કારણે રોજના અંદાજે 43 હજાર બેડશીટ વોશ કરવામાં આવે છે, જેના પરિણામે મુસાફરો તરફથી મળતી ગંદા કપડાની ફરિયાદોમાં 40 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પર્યાવરણની જાળવણી માટે અહીં બોઈલરમાં ઇંધણ તરીકે મગફળીની છાલનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી અભિગમ અપનાવવામાં આવ્યો છે, જ્યારે સુરક્ષા અને શિસ્ત માટે કર્મચારીઓનો નિયમિત બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ  પણ કરવામાં આવે છે. રેલવે દ્વારા લેવાયેલા નવા નિર્ણય મુજબ હવે ગુજરાત મેલ એક્સપ્રેસમાં બ્લેન્કેટ કવર આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે, જોકે રેલવે તંત્ર માટે લિનેન ચોરીની ઘટનાઓ હજુ પણ ચિંતાનો વિષય છે, જેના કારણે વિભાગને અંદાજે 4.21 કરોડનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

(12:02 PM IST)