તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Monday, 6th April 2026
કુરિયર નિકાસ પર ૧૦ લાખની મર્યાદા હટતા ઝવેરાત ઉદ્યોગને રાહત
ઝવેરાત માટે જોખમ આધારિત સિસ્ટમ બનાવવાની માંગ યથાવત્ : નવા સુધારાઓથી ઈ-કોમર્સ અને રિટર્ન પ્રક્રિયા સરળ બનશે

સુરત,તા.૦૬: સુરતમાં ૫૫૦થી વધુ જવેલરી યુનિટ કાર્યરત છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કુરિયર નિકાસ પર લાગુ રૂ. ૧૦ લાખની મર્યાદા દૂર કરાતા સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટી રાહત થઈ છે. ૧લી એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવેલા આ નિર્ણયથી નિકાસકારો હવે ઉચ્ચ મૂલ્યના માલને કુરિયર મારફતે સરળતાથી વિદેશ મોકલી શકશે. આ સાથે જ રિટર્ન અને રિજેક્ટેડ શિપમેન્ટ માટે નવી સરળ પક્રિયા પણ અમલમાં મુકાઈ છે. જેના કારણે લોજાિસ્ટિક્સમાં ઝડપ આવશે.
જોકે, ઝવેરાત માટે જોખમ આધારિત ચકાસણીનો સમાવેશ ન થવાથી ઉદ્યોગમાં થોડી ચિતા પણ છે. જેને લીધે ઝવેરાત માટે જોખમ આધારિત સિસ્ટમ બનાવવાની માંગ યથાવત્ રહેવા પામી છે.
કેન્દ્રીય બજેટ પછી સરકારે કુરિયર નિકાસ અને પુનઃઆયાત પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ સુધારાઓ જાહેર કર્યા છે, જે સુરત જેવા નિકાસ કેન્દ્રો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સૌથી મોટા નિર્ણય તરીકે કુરિયર મારફતે નિકાસ માટેની રૂ. ૧૦ લાખ પતિ-કન્સાઈન્મેન્ટ મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે રજિસ્ટર્ડ કુરિયર સેવાઓ દ્વારા અમર્યાદિત મૂલ્યના શિપમેન્ટ મોકલી શકાશે, જે સુરતના હીરા અને ઝવેરાત નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ સાથે ૧૫ દિવસ સુધી અનક્લેમ્ડ માલ માટે ઙ્કરિટર્ન ટુ ઓરિજિન'ની મંજૂરી આપવાથી કુરિયર ટર્મિનલ્સ પરનો બોજ ઓછો થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ
રિટર્ન અને રિજેક્ટેડ માલ માટે જોખમ આધારિત ચકાસણી પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેના કારણે મોટાભાગના કિસ્સાઓમાં પ્રક્રિયા ઝડપી થશે. જોકે, કિમતી ઝવેરાતને આ વ્યવસ્થાથી બહાર રાખવામાં આવ્યા હોવાથી ઉદ્યોગ સંસ્થાઓએ સમાન સુવિધાની માંગ ઉઠાવી છે.
જીજેઈપીસી (ગુજરાત)ના રિજિયોનલ ચેરમેન જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સૌથી વધુ લાભ જવેલરી ઈન્ડસ્ટ્રીને થશે, કારણ કે, જવેલરીના એક દાગીનાની કિમત લાખોમાં હોય છે. ત્યારે કુરિયર નિકાસ પર લાગુ રૂ.૧૦ લાખની મર્યાદા દૂર કરાતા મોટી રાહત થઈ છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ થકી કુરીયર મોડમાં રૂ. ૨,૦૦૦થી ૭,૦૦૦ સુધીમાં માલ મોકલી શકાય છે. આ નિર્ણયથી નાના ઉદ્યોગકારોને પણ સીધો લાભ થશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
