તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમદાવાદના દાણીલીમડામાં નશીલા કફ સીરપના જથ્થા સાથે સાહિલ શેખ ઝડપાયો: 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે નશીલા કફ સીરપની 317 બોટલ સાથે સાહિલની ધરપકડ કરી તેના અન્ય એક સાગરિતને વોન્ટેડ જાહેર કર્યો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સાહિલ શેખ નામના શખ્સને નશીલા કફ સીરપની 317 બોટલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી કફ સીરપ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાતી CNG ઓટો રિક્ષા સહિત કુલ 1.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે સાહિલની ધરપકડ કરી તેના અન્ય એક સાગરિતને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં દાણીલીમડા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આ નશીલા સીરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
