તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મહિસાગર નદીમાં વેટરનરી કોલેજના ચાર વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા : બે યુવકો ડૂબ્યા : એકનો મૃતદેહ મળ્યો
બે વિદ્યાર્થીઓ તરીને હેમખેમ બહાર આવવામાં સફળ :હજુ પણ એક અન્ય વિદ્યાર્થી લાપતા હોવાથી નદીમાં શોધખોળ

આણંદના ખેરડા પાસે રવિવારની રજા માણવા ગયેલા વેટરનરી કોલેજના ચાર વિદ્યાર્થીઓ માટે રવિવાર કાળમુખો સાબિત થયો છે. મહિસાગર નદીમાં ન્હાવા પડેલા આ ચાર મિત્રો પૈકી બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ તરીને હેમખેમ બહાર આવવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં 21 વર્ષીય હિતેશ સગરામસિંહ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વેટરનરી કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. હાલમાં તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો છે, જ્યારે હજુ પણ એક અન્ય વિદ્યાર્થી લાપતા હોવાથી નદીમાં તેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
