<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

એસ.પી. યુનિવર્સિટીમાં અધ્યાપક ડો. મનીષ સોલંકીને લાફો મારનાર પારુલ પોપટ વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ

યુનિવર્સિટી તંત્ર દ્વારા લાફો મારનાર પારુલ પોપટ પાસે ડૉ. મનીષ સોલંકી વિરુદ્ધ વળતી ખોટી ફરિયાદ ઊભી કરાવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

એસ.પી. યુનિવર્સિટીમાં લાફા કાંડનો ભોગ બનનાર અધ્યાપક ડૉ. મનીષ સોલંકીએ અંતે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ચાલુ વર્ગખંડમાં લાફો મારનાર તત્કાલીન HOD પારુલ પોપટ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 18-03-2026ના રોજ ડૉ. મનીષ સોલંકી જ્યારે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા, ત્યારે પારુલ પોપટે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં તેમને લાફો ઝીંકી દીધો હતો. 

  ઘટનાના 16 દિવસ વીતી ગયા હોવા છતાં અને ડૉ. સોલંકીએ લેખિત રજૂઆત કરી હોવા છતાં, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કુલસચિવે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  ભોગ બનનારની ફરિયાદ પર તપાસ કરવાને બદલે, યુનિવર્સિટી તંત્ર દ્વારા લાફો મારનાર પારુલ પોપટ પાસે ડૉ. મનીષ સોલંકી વિરુદ્ધ વળતી ખોટી ફરિયાદ ઊભી કરાવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

(7:05 PM IST)