તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ગુજરાત સરકારની શ્રમિક લક્ષી પહેલ : સુરત સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં LPG અને ભોજનની સુદ્રઢ વ્યવસ્થા
રાજ્યભરમાં ૫૪,૦૦૦થી વધુ નાના સિલિન્ડરનું વિતરણ કરી ગુજરાત દેશમાં મોખરે : અસરકારક પગલાંને કારણે શ્રમિકોના સ્થળાંતરમાં ૫૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો

સુરત:રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે LPG ગેસ અને ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી કેન્ટીનોને હાલમાં ૧૦૦% LPG પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ઔદ્યોગિક કેન્ટીનોમાં શ્રમિકોના ભોજનની સુવિધા જળવાઈ રહે તે માટે ૨૫% જથ્થાની ફાળવણી કરવામાં આવી છે.
૫ કિલોના સિલિન્ડરના વિતરણમાં ગુજરાત દેશમાં પ્રથમ
શ્રમિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકાર દ્વારા ૫ કિલોના ગેસ સિલિન્ડરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૫૪,૦૦૦ થી વધુ આવા નાના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે, જે બાબતે ગુજરાત આખા દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી સમયમાં પણ શ્રમ અને રોજગાર વિભાગ, ઉદ્યોગ વિભાગ તેમજ ઉદ્યોગગૃહો સાથે સંકલન સાધીને જરૂરિયાત મુજબ ૫ કિલોના સિલિન્ડર પૂરા પાડવામાં આવશે.
શ્રમિકોના સ્થળાંતરમાં મોટો ઘટાડો
સરકાર દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી પગલાંના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. સુરત રેલવે ડિવિઝનના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૬માં અંદાજિત ૫૦% જેટલા જ શ્રમિકોએ મુસાફરી કરી છે. સુરત ઔદ્યોગિક ઝોન, જેમાં વલસાડ અને નવસારીનો પણ સમાવેશ થાય છે, ત્યાં શ્રમિકોનું સ્થળાંતર ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળ્યું છે.
ઉદ્યોગપતિઓએ વ્યક્ત કર્યો સંતોષ
તાજેતરમાં સુરત ખાતે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉદ્યોગપતિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગોએ LPG માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્રની આ કામગીરી બાબતે ઉદ્યોગ જગત તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
