<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

બોપલ ચાર રસ્તા પાસે પોલીસની વોચ: નકલી નંબર પ્લેટવાળી લક્ઝરી કારમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ પોલીસે ફિલ્મી ઢબે કાર રોકી 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવા સતર્ક બનેલી પોલીસે બોપલ ચાર રસ્તા પાસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ કારને અટકાવતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસને છેતરવા માટે બુટલેગરોએ કાર પર નકલી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે દારૂની બોટલો અને કાર સહિત કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:18 PM IST)