<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

કોંગ્રેસની સ્થાનિક ચૂંટણી માટે રણનીતિ તેજ: ૬-૭ એપ્રિલે ૧૫ મહાનગરપાલિકામાં લોન્ચ કરશે નવું મેનિફેસ્ટો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘વિકાસ અને પરિવર્તન’ના મુદ્દા સાથે જનતાની વચ્ચે જશે કોંગ્રેસ

અમદાવાદ:ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે પોતાની તૈયારીઓ આખરી ઓપ આપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આગામી ૬ અને ૭ એપ્રિલે રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ માટે પોતાનું નવું અને આકર્ષક ‘ચૂંટણી મેનિફેસ્ટો’ (જાહેરનામું) લોન્ચ કરવા જઈ રહી છે.
મેનિફેસ્ટોમાં શું હશે ખાસ?
કોંગ્રેસના આ નવા મેનિફેસ્ટોમાં સ્થાનિક સમસ્યાઓ, નાગરિકોની સુવિધા, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને આધુનિક શહેરી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છે. પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ દસ્તાવેજમાં સામાન્ય જનતાની રોજિંદી જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
૧૫ મહાનગરોમાં એકસાથે કાર્યક્રમ
પાર્ટીના ઉચ્ચ સૂત્રોના મતે, આ મેનિફેસ્ટોનું લોન્ચિંગ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવશે. ૬ અને ૭ એપ્રિલ દરમિયાન રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમાં એકસાથે આ લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે, જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને જનતા સમક્ષ પાર્ટીના વિઝનને રજૂ કરશે.
આ નિર્ણય દ્વારા કોંગ્રેસ રાજ્યભરમાં એક સકારાત્મક સંદેશ આપવાની અને મતદારોને આકર્ષવાની કોશિશ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો આ ‘માસ્ટર પ્લાન’ મતદારોના મનને કેટલું જીતી શકે છે.

(2:08 PM IST)