<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે કમર કસી : ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ ઉમરેઠમાં પ્રચારનો મોરચો સંભાળશે

ગાંધીનગર:ગુજરાતની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાનારી આગામી પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રણનીતિ તેજ કરી દેવામાં આવી છે. ભાજપના સેન્ટ્રલ ઓફિસ દ્વારા આજે સત્તાવાર રીતે આ બેઠક માટેના ૪૦ પ્રમુખ પ્રચારકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો અને સંગઠનના પાયાના નેતાઓને સ્થાન આપીને ભાજપે આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવાના સંકેત આપ્યા છે.

દિગ્ગજ નેતાઓની ફોજ મેદાનમાં:
પ્રચારકોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, હર્ષભાઈ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જેવા વગદાર નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રત્નાકરભાઈ, જીતુભાઈ વાઘાણી, ગોરધનભાઈ ઝડફિયા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનુભવી નેતાઓ પણ મતદારોને રીઝવવા માટે સભાઓ અને રેલીઓ ગજવશે.

મહિલા અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ પર ભાર:
ભાજપે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને યાદીમાં મહિલા નેતાઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપ્યું છે. વર્ષાબેન દોશી, અંજુબેન વેકરીયા, હંસાકુંવર બા રાજ અને દીપિકાબેન પટેલ જેવા મહિલા નેતાઓ ઉમરેઠના મહિલા મતદારો વચ્ચે સક્રિય ભૂમિકા ભજવશે.

પ્રચારકોની સંપૂર્ણ યાદી:
યાદીમાં અન્ય પ્રમુખ નામોમાં કુંવરજીભાઈ બાવળિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, રાજેશભાઈ ચુડાસમા, ગૌતમભાઈ ગેડિયા, નટુજી ઠાકોર અને હિતેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કમલેશભાઈ પટેલ, સંજયસિંહ મહીડા, રમણભાઈ સોલંકી, મિતેશભાઈ પટેલ (બકાભાઈ), યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પણ પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરશે.

યાદીમાં હસમુખભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, જગતભાઈ પટેલ, પ્રવીણભાઈ વાઘેલા, વિપુલકુમાર શાહ, દિલીપભાઈ પટેલ, લાલસિંગભાઈ વડોદિયા, કાંતિભાઈ ચાવડા, પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, દક્ષેશભાઈ શાહ, ધર્મેશભાઈ મિસ્ત્રી, મનોહરસિંહ પરમાર, ગુલાબસિંહ પઢિયાર અને નિરંજનભાઈ પટેલ જેવા પાયાના કાર્યકરો અને નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ સેન્ટ્રલ ઓફિસ દ્વારા જાહેર થયેલી આ યાદી સાથે ભાજપે ઉમરેઠમાં જીત માટે આક્રમક આયોજન કર્યું છે.

(2:07 PM IST)