તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
વડોદરા: સયાજીગંજમાં જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, મહિલાએ પુરુષને ધોઈ નાખ્યો!
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસની એન્ટ્રી: અજાણી મહિલા વિરુદ્ધ તપાસનો ધમધમાટ

વડોદરા:સાંસ્કૃતિક નગરી વડોદરાના પોશ વિસ્તાર ગણાતા સયાજીગંજમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભરબજારમાં એક મહિલાએ પુરુષને જાહેરમાં લાફા ઝીંકીને કાયદો હાથમાં લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, સયાજીગંજ વિસ્તારમાં મહિલા અને પુરુષ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ગરમાયો કે મહિલાએ પોતાનો આપો ગુમાવ્યો હતો. તેણે જાહેરમાં પુરુષ પર લાફાનો વરસાદ કરી દીધો હતો અને સાથે જ બેફામ ગાળો પણ ભાંડી હતી. આજુબાજુના લોકો આ તમાશો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા, જેમાંથી કોઈકે આ ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો હતો.
પોલીસે લીધી ગંભીર નોંધ
વાયરલ થયેલા વીડિયોમાં મહિલાની આક્રમકતા સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વડોદરા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સયાજીગંજ પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને વીડિયોના આધારે મહિલાની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કયા કારણોસર આ ઝઘડો થયો હતો અને મહિલા કોણ છે, તે અંગેની વિગતો ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.
હાલમાં, આ વીડિયો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો જાહેરમાં આ પ્રકારના વર્તન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
