તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
રાષ્ટ્રપતિ તા. ૧ર થી ૧૪ ગાંધીનગરમાં
ડો. આંબેડકર જયંતીની ઉજવણીમાં હાજરી આપશેઃ રાજભવનમાં મુકામ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૩ :..ભારતના રાષ્ટ્રપિ દ્રૌપદી મુર્મૂ આગામી ૧ર, ૧૩, ૧૪, એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે તેમ જાણવા મળે છે.
તેઓ આગામી તા. ૧૪ મીએ બાબા સાહેબ આંબેડકરના દિવસે એક વિશાળ સંમેલનમાં હાજરી આપશે અને આ સંમેલનમાં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યકત કરશે.
આ સમયે રાજયપાલશ્રી, મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળે છે. (પ-૧૭)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
