<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અકસ્‍માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ કોર્ટે પરિવારની વ્‍યાખ્‍યા વિસ્‍તારી

અમદાવાદ તા.૩: વળતરના કેસોમાં નિર્ભરતા(ડિપેન્‍ડન્‍સી)ના વ્‍યાપને ફરીથી વ્‍યાખ્‍યાયિત કરતા એક સીમાચિホરૂપ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્‍યું છે કે, ફેટલ એક્‍સિડન્‍ટ એક્‍ટ, ૧૮૫૫ની કલમ 1-A હેઠળ ભાઈઓ અને બહેનોૅને પણ ૅપરિવારૅના ભાગ તરીકે ગણવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય પ્રથમ વખત ભાઈ-બહેનોની તરફેણમાં આ વ્‍યાખ્‍યાનો વિસ્‍તાર કરે છે

શયન પુરોહિત નામના એક અપરિણીત યુવાનનું મૃત્‍યુ થયું હતું. શયન તેના મિત્ર પાસેથી સ્‍કૂટરની ચાવી લેવા માટે અગાશી પર ગયો હતો, ત્‍યારે અમદાવાદ ઈલેક્‍ટ્રિસિટી કંપની(AEC) અને ગુજરાત એનર્જી બોર્ડ(GEB)ની ગંભીર બેદરકારીને કારણે શયનને ભારે વીજ કરંટ લાગ્‍યો અને તેનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

પુત્રના મૃત્‍યુ બાદ શયનની માતાએ ફેટલ એક્‍સિડન્‍ટ એક્‍ટ હેઠળ વળતર માટે દાવો માંડ્‍યો હતો. જો કે, આ કાનૂની લડાઈ ૩૫ વર્ષ સુધી ચાલી હતી. આ લાંબી પ્રક્રિયા દરમિયાન માતાનું અવસાન થયું, જેના કારણે શયનના ભાઈ અને બહેનોને આ કેસમાં કાયદેસરના પક્ષકાર તરીકે જોડવામાં આવ્‍યા હતા.

ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં વળતર મંજૂર કર્યું હતું, પરંતુ AEC અને GEB બંનેએ હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો. તેમની મુખ્‍ય દલીલ એવી હતી કે ૧૮૫૫ના કાયદા હેઠળ માત્ર માતા-પિતા, પત્‍ની અને બાળકોને જ આશ્રિત(ડિપેન્‍ડન્‍ટ) ગણવામાં આવે છે, એટલે કે ભાઈ-બહેનો આવું વળતર મેળવવા માટે કોઈ કાનૂની અધિકાર ધરાવતા નથી.

ભાઈ-બહેનો વતી એડવોકેટ શ્રી સચિન વસાવડાએ ટેલિઓલોજિકલ એપ્રોચ (હેતુલક્ષી અભિગમ) માટે દલીલ કરી હતી, જેમાં સૂચવ્‍યું હતું કે કલ્‍યાણકારી કાયદાઓનું અર્થઘટન તેના સામાજિક હેતુને પૂર્ણ કરવા માટે થવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે પરિવાર શબ્‍દમાં મૃત વ્‍યક્‍તિના ભાઈઓનો પણ સમાવેશ થવો જોઈએ, ખાસ કરીને જ્‍યારે કેસ સ્‍ટ્રિક્‍ટ લાયબિલિટી (કડક જવાબદારી)ના સિદ્ધાંત પર આધારિત હોય.

આ ચુકાદો ભારતીય ટોર્ટ લો(અપરાધશાષા)માં એક મહત્ત્વપૂર્ણ દાખલો બેસાડે છે

(10:21 AM IST)