તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
વડગામના ચિત્રોડા ગ્રામ પંચાયતના પટાવાળાનો ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ :સરપંચ- તલાટીના ત્રાસનો ગંભીર આરોપ
મનુભાઈ રાઠોડની તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ અર્થે રિફર કરાયા કરાયા

વડગામના ચિત્રોડા ગામની ગ્રામ પંચાયતના પટાવાળાએ સરપંચ અને તલાટી સામે ગંભીર આક્ષેપ કરી ઝેરી પ્રવાહી ગટગટાવી જતાં ખળભળાટ મચી ગયો છે. સરપંચ અને તલાટી દ્વારા માનસિક ત્રાસ આપતા આપઘાતની કોશિશ કરી હોવાના આક્ષેપ થયા છે. મનુભાઈ રાઠોડની તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ અર્થે રિફર કરાયા કરાયા છે. સમગ્ર મામલે પરિવારે વડગામ પોલીસ મથકે નોંધવતાં તપાસ હાથ ધરાઈ છે.
પુત્રના આક્ષેપ અનુસાર અનુસાર રાઠોડ મનુભાઈ ભગાભાઈ ચિત્રોડા ગ્રામ પંચાયતમાં મનુભાઈ રાઠોડ છેલ્લા 15 થી 20 વર્ષથી ચિત્રોડા ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જોકે, અચાનક ગ્રામ પંચાયતની કચેરી સામે જ તેમણે ઝેરી પ્રવાહી પી લેતા સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમને તાત્કાલિક વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની તબિયત વધુ ગંભીર જણાતા ડોક્ટરોએ તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના બાદ મનુભાઈના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા મનુભાઈને લાંબા સમયથી માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સતત મળતા ત્રાસથી કંટાળીને આખરે મનુભાઈએ આ અંતિમ પગલું ભર્યું છે.
આ ગંભીર મામલે પરિવાર દ્વારા વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સરપંચ અને તલાટી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પંચાયતના અન્ય કર્મચારીઓના નિવેદનો લેવાની અને આપઘાતના પ્રયાસ પાછળના ચોક્કસ કારણો શોધવાની તપાસ શરૂ કરવામાં આવી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
