<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

જમીન દફ્તર નિયામકની કચેરીના ક્લાસ-ટુ ઓફિસરોની બદલી :અતુલ દેવંગડા રાજકોટ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૨ તરીકે નિયુક્ત

નવા નિમણૂક પામેલા અતુલ દેવંગડા રાજકોટમાં સિટી સર્વેના બાકી રહેલા પ્રશ્નો અને માપણીની ફરિયાદોના નિકાલ માટે જવાબદારી સંભાળશે

અમદાવાદ :ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય ખાતેથી આજે એક મહત્વનો હુકમ જારી કરવામાં આવ્યો છે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની કચેરી હેઠળ રાજ્ય સેવાના વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓની જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે. આ બદલીઓ દ્વારા જમીન સંપાદન અને દફ્તર કામગીરીમાં વધુ પારદર્શિતા અને ગતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

 મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા અધિકારીઓની ફેરબદલ કરીને વહીવટમાં નવી ઊર્જા લાવવાનો આ સરકારનો પ્રયાસ છે.  

નવા નિમણૂક પામેલા અતુલ દેવંગડા રાજકોટમાં સિટી સર્વેના બાકી રહેલા પ્રશ્નો અને માપણીની ફરિયાદોના નિકાલ માટે જવાબદાર રહેશે. ગાંધીનગર સચિવાલય દ્વારા આ હુકમની નકલ તમામ સંબંધિત વિભાગોને જાણ અને અમલવારી માટે રવાના કરી દેવામાં આવી છે.

 

(11:33 PM IST)