તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
સુરતના ટેક્સટાઇલ માર્કેટ અને વિવિંગ ઉદ્યોગને મોટી રાહત : સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી
2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર કરાઈ :4500થી વધુ ફાઈલોના નિકાલથી ઉદ્યોગકારોમાં રાહતની લાગણી

સુરત: યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટા સમાચાર આવ્યા છે. શહેરના ચલતા ટેક્સટાઇલ માર્કેટ અને વિવિંગ ઉદ્યોગ માટે સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી છે. આ પગલાં હેઠળ 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર કરવામાં આવી છે. 4500થી વધુ ફાઈલોના નિકાલથી ઉદ્યોગકારોમાં રાહતની લાગણી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને સતત રજુઆત કરવામાં આવી હતી. યુદ્ધના કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરોમાં ઘટાડો થયો હતો, જેના પરિણામે વિવિંગ ઉદ્યોગ મંદીમાં ફસાયો હતો.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
