તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત અપાયેલ મોબાઇલ ફોનને લઈને દિવ્યાંગોમાં અસંતોષ
લાભાર્થીઓનો આક્ષેપ છે કે જરૂરી “ટોકબેક” જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી દ્રષ્ટિબાધિત લોકો માટે તેનો ઉપયોગ મુશ્કેલ બની રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત આપવામાં આવેલા મોબાઇલ ફોનને લઈને દિવ્યાંગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે આપેલા 4G ફોન ટેક્નિકલ રીતે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે અને તેમાં જરૂરી “ટોકબેક” જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે દ્રષ્ટિબાધિત લોકો માટે તેનો ઉપયોગ મુશ્કેલ બની રહ્યો છે. સાથે જ ફોનની કિંમત અને ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. દિવ્યાંગોએ તાત્કાલિક આ ફોન બદલીને આધુનિક સુવિધાઓ ધરાવતા 5G ફોન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી તેઓ ડિજિટલ સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
