તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
વડોદરામાં તાંદલજા વિસ્તારમાં ‘અશાંત ધારો’નો ભંગ થયો હોવાનો રહીશોનો આક્ષેપ :કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ
મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોચીને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા: તાંદલજા વિસ્તારના હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાયને અપાયેલી મંજૂરી રદ કરવાની કરી માંગ.

વડોદરામાં અશાંત ધારાના મુદ્દે રહીશોએ કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તાંદલજા વિસ્તારમાં ‘અશાંત ધારો’નો ભંગ થયો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોચીને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.તાંદલજા વિસ્તારના હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાયને અપાયેલી મંજૂરી રદ કરવાની કરી માંગ. રહીશોના મતે આ જમીન પર અશાંત ધારા હેઠળ મેળવવામાં આવેલો હુકમ તદ્દન ભૂલભરેલો હોવાનો આક્ષેપ કરાયો છે. જમીનની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે, જ્યારે મુસ્લિમ વસ્તી રોડની બીજી તરફ 200-300 મીટર દૂર હોવાનું જણાવ્યું છે
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
