<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે શનિવારે ભાજપના ઉમેદવાર ભરશે ઉમેદવારીપત્ર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહેશે હાજર

ઉમરેઠ ખાતે નાસિક વાલા હોલ પાસે સભાને સંબોધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: ભાજપના નેતાઓ પદયાત્રા દ્વારા મામલતદાર કચેરી ફોર્મ ભરવા જશે.

વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આગામી 4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે. ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ઉમેદવારીપત્ર ભરવા જશે  ભાજપ શકિત પ્રદર્શન સાથે પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ વિશેષ ઉપસ્થિતમાં હર્ષદ પરમાર નામાંકન પત્ર ભરશે, શનિવારે  4 એપ્રિલે ઉમરેઠ ખાતે નાસિક વાલા હોલ પાસે સભાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંબોધન કરશે, ભાજપના નેતાઓ પદયાત્રા દ્વારા મામલતદાર કચેરી ફોર્મ ભરવા જશે.

 

(7:12 PM IST)