<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સુરતના ડી.સી.પી. જુલી મેડમનું આવકારદાયક પગલુઃ ભત્રીજીના જન્‍મદિવસની બાલાશ્રમમાં ઉજવણી

રાજકોટ :અહીંની ૧૧૯ વર્ષ જુની નામાંકીત સંસ્‍થા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના અનાથ બાળકો સાથે સુરતના ડેપ્‍યુટી પોલીસ કમીશનરશ્રી જુલીબેન કોશીયા (પટેલ) એ પોતાની ભત્રીજીના જન્‍મદિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરી સરાહાહનીય આવકારદાયક કાર્ય કરેલ છે. ભત્રીજી વાની પટેલના છઠ્ઠા જન્‍મદિવસની કેક કાપીને બાલાશ્રમના નાના-નાના ભુલકાઓ સાથે આનંદ ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ડી.સી.પી.નું સંસ્‍થાના ચાર્મીબેન દ્વારા પુષ્‍પગુચછ અર્પણ કરી સ્‍વાગત કરવામાં આવેલ.  તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટી રાજુભાઇ મહેતા દ્વારા સંસ્‍થાના તમામ વિભાગોની મુલાકાત કરાવી સંસ્‍થાની કામગીરીથી માહિતગાર કરેલ. ઘોડીયાઘરની મુલાકાત વખતે ત્‍યાંના બાળકો તથા તેની વ્‍યવસ્‍થા - સારસંભાળ જોઇને જુલીમેડમ ભાવવિભોર બની ગયેલ. સુંદર વ્‍યવસ્‍થા બદલ સંસ્‍થાને અભીનંદન પાઠવેલ. સંસ્‍થાના સુપી.પ્રતિમાબેન, જયોત્‍સનાબેન, હેતલબેન, ચાર્મીબેન વગેરે દ્વારા આ કાર્યક્રમની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ હતી.

(3:37 PM IST)