<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ :દૂર દૂરથી ભક્તો માતાના દર્શને ઉમટ્યા

વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટતા નિજ મંદિર સંકુલ ખાતે દર્શન કરવા માટે લાંબી કતારો

ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને લઈને દૂર દૂરથી ભક્તો માતાના દર્શને ઉમટ્યા હતા. આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટતા નિજ મંદિર સંકુલ ખાતે દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી.  

માતાના દર્શન કરવા પગપાળા સંઘો ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ માતાના દર્શન કર્યા હતા. ભક્તોએ 'જય માં ઉમિયા' નો જયજયકાર બોલાવ્યો હતો.

 

 ઉલ્લેખનીય છે કે,નવ સંવત્સરની પહેલી પૂર્ણિમા ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. આ પૂર્ણિમા મધુ પૂર્ણિમા કે ચૈત્રી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

પૌરાણિક રીતે આજના દિવસે મા અંજનીના કૂખે હનુમાન દાદાનો જન્મ થયો હોવાથી આજે હનુમાન જયંતિ પણ ઉજવાય છે.ત્યારે આજે નદીમાં સ્નાન કરીને સૂર્યને જળ અર્ધ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.

 

ચૈત્રી પૂનમના પાવન અવસરે ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. વહેલી સવારથી દર્શન માટે લાંબી કતારો લાગી અને મંદિર પરિસર ભક્તિમય બન્યું.

(2:31 PM IST)