<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ચૂંટણી પંચનો નિયમ જાળવ્‍યો, અને ગાંધીનગરે વિકલ્‍પ પણ ખુલ્લા રાખ્‍યાઃ ૩૫ ડીવાયએસપીની અપાયેલ વધારાના ચાર્જની પડદા પાછળની કથા

SDPO જેવી મહત્‍વની જગ્‍યાઓ ખાલી ન રાખવાના ચૂંટણી પંચના નિયમનો અમલ પણ કર્યો અને વિકલ્‍પ પણ ખુલ્લા રાખ્‍યા.. પડદા પાછળની કથા : જે રીતે ૩ વર્ષથી વધુ સમય થયા એક જ શહેર કે એક જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ ચૂંટણી સમયે અન્‍ય જિલ્લામાં ફેરવવા પડે તેવો નિયમ મહત્‍વના સ્‍થાન ખાલી ન રાખવાનો છે, આ મુદ્દો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ઉઠાવી પાટનગરને બેક ફૂટ પર લાવે તે પહેલા ૨૬ એપ્રિલની ચૂંટણી તારીખ જાહેર થયા પહેલાંના ગણતરીના કલાકો પહેલા ધડાકો કરી નાખ્‍યો

રાજકોટ તા. સ્‍થાનિક સ્‍વરાજ્‍ય અર્થાત્‌ મહાનગરપાલિકા અને પંચાયતની અર્થાત્‌ ૧૫ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, ૮૪ નગરપાલિકા, ૩૪ જીલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતમાં ૨૬ એપ્રિલે ચૂંટણી અને ૨૮ એપ્રિલે મતદાન અંગેની ગઈ કાલે સતાવાર જાહેરાત થઈ અને ગઈ કાલ સાંજથી આચારસહિતા લાગી, આ જાહેરાતના થોડા કલાક પહેલાં જ  ગુજરાતના ગળહ ખાતાના અન્‍ડર સેક્રેટરી દ્વારા ડાયરેક્‍ટDYSP લેવલના અધિકારીઓને એસ સી એસ ટી સેલમાં ફરજ બજાવતા હતા તેમને રાજ્‍યના વિવિધ જિલ્લાઓની ખાલી પડેલ જગ્‍યાઓનો વધારાનો ચાર્જ આપ્‍યો છે                           

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના નિયમો મુજબ જેમને ત્રણ વર્ષથી વધુ સમય થયા એક્‍સિકુટીવ પોસ્‍ટિંગમા હોય તેને ખાસ અપવાદ સિવાય બદલવાના નિયમ છે, આજ રીતે મહત્‍વની જગ્‍યાઓ કોઈ સંજોગોના ખાલી ન રહે તેવો ચૂંટણી પંચનો નિયમ છે, આ નિયમ જાળવવા અને ભવિષ્‍યમાં પસંદગીના અધિકારીઓને પોલીસની ભાષા કે પોલીસ તંત્રની વ્‍યાખ્‍યા મુજબ સારા પોસ્‍ટિંગ આપી શકાય તે માટે ૩૫ જેટલા અધિકારીઓને DYSP લેવલના વધારાના અધિકારીના ચાર્જ આપવામાં આવયા છે તેમ પોલીસ તંત્રના સિનિયર અને અનુભવી અધિકારીઓના સૂત્રો જણાવે છે.SDPO ની જગ્‍યા કોઈ સંજોગોમાં ખાલી ન રહે તેવા નિયમ સરકારે સાચવી લીધો છે . 

આનો સીધો અર્થ એ થાય કે આ વ્‍યવસ્‍થા કામ ચલાઉ છે, DYSP ના રેગ્‍યુલર ઓર્ડર ઘણા સમય થયા પેન્‍ડિંગ છે, ઘણા અધિકારીઓ લાંબા વર્ષોથી એક સ્‍થાને છે, આ બધાના ઓર્ડર થશે ત્‍યારે હાલના ઓર્ડરમાં ઘણા ફેગબદલ આવશે, ટૂંકમાં યે તો સિર્ફ ઝાંખી હૈ, અસલી ઓર્ડર અભી બાકી હૈ. 

(2:18 PM IST)