<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ગાંધીનગર પ્રેસ કલબના નવા સુકાનીઓની વરણીઃ અકિલાના અશ્‍વિન વ્‍યાસ પ્રમુખ

ગાંધીનગરના સરકાર માન્‍ય પત્રકારોના સંગઠન (પ્રેસ કલબ)ની બેઠક સર્કીટ હાઉસ ખાતે મળેલ. જેમાં અશ્‍વિન વ્‍યાસ (કુકર)ને પ્રમુખ તરીકે જવાબદારી સોપવામાં આવી હતી. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

ગાંધીનગર, તા.૨: સરકીટ હાઉસ ખાતે ગાંધીનગર એક્રિડીટેડ પ્રેસ કલબની એક અગત્‍યની બેઠક મળી હતી. આ બેઠકમાં કલબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

અકિલાના અશ્‍વિન વ્‍યાસ (મો. ૯૮૨૫૦ ૩૯૦૪૯)ની પ્રમુખ પદે વરણી થઈ છે. (૧) અશ્‍વિન કે.વ્‍યાસ (અકિલા) પ્રમુખ (૨) જતીન શુકલ ઉપપ્રમુખ (૩) નયના એમ. દોશી મહામંત્રી (૪) ધર્મેન્‍દ્રસિંહ ચાવડા મંત્રી (૫) જીતેન્‍દ્ર આર. પટેલ સંગઠન મંત્રી (૬) પંકજ આહિર ખજાનચી.

સલાહકાર સમિતિ (૧) સતીષભાઈ જે. પાઠક (૨) વિપુલભાઈ એ. બ્રહ્મભટ્ટ.

મિડીયા કન્‍વીનર (૧) વિરેનભાઈ પટેલ (૨) રાજુભાઈ જી. જોશી (૩) હાર્દિકભાઈ બી. વ્‍યાસ (૪) પલ્‍કેશભાઈ જાની (૫) હરેશભાઈ સિસારા (૬) શૈલેન્‍દ્ર સોલંકી (૭) રોહિતભાઈ નાયાણી (૮) મુકેશભાઈ પંડયા (૯) મયુરભાઈ જી.પટેલ (બાબા).

આ તમામ હોદ્દેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. ત્‍યારબાદ સૌસભ્‍યોએ ભોજન અને પ્રસાદી લીધી હતી. 

(2:09 PM IST)