<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

એક જ આંબા પર ઝૂલી રહેલી 22 જાતની કેરી: વલસાડ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત શૈલેષ પટેલનો આ પ્રયોગ

શૈલેષભાઈના આ પ્રયોગથી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી છે અને હજારો ખેડૂતોને પ્રેરણા મળી રહી છે.

વલસાડ :ઉનાળાની સીઝન એટલે ફળોના રાજા કેરીની સીઝન. અમે આજે તમને બતાવીએ એક જ આંબા પર ઝૂલી રહેલી 22 જાતની કેરી,  ઉનાળામાં આંબા પર ઝૂલતી કેરી તો તમામે જોઈ શકે. પરંતુ કોઈએ એક જ આંબા પર જાત જાતની કેરીઓ જોઈ છે ખરી 

 

 આ આંબાને અને આંબા પર લાગેલી કેરીઓને. આ દરેક કેરી અલગ-અલગ જાતની છે. વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતો કેરીની જાતોને વિકસાવવા માટે અવનવા પ્રયોગો કર્યા અને આ પ્રયોગોમાંથી બીનવાડા ગામમાં આંબાના એક જ વૃક્ષ પણ 22 જેટલી અલગ-અલગ જાતની કેરી ઉગાડી એક અલગ મિશાલ ઉભી કરી.  પ્રગતિશીલ ખેડૂત શૈલેષ મોહન પટેલનો આ પ્રયોગ હાલ જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે 

 

વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે વલસાડી હાફૂસ, કેસર, લંગડો, રાજાપુરી, જેવી ચાર પાંચ પ્રકારની કેરી ઉગે છે. પંરતુ શૈલેષભાઈએ તો સંકલ્પ કર્યો હતો કે તે આંબાના ઝાડ પર 100 જાતની કેરી ઉગાડશે. અને લોકોને દેશ વિદેશની કેરીનો સ્વાદ ચખાડશે. અને તેમની મહેનતને કારણે તેમને સફળતા પણ મળી. અને તેમના આંબામાં 22 અલગ અલગ જાતની કેરીઓ છે. જેના નામ પણ સાંભળો 

 

શૈલેષભાઈની આ ક્રાંતિને જોવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે અને તેમની પાસેથી માર્ગદર્શન લઈ રહ્યા છે  આમ, શૈલેષભાઈના આ પ્રયોગથી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી છે અને હજારો ખેડૂતોને પ્રેરણા મળી રહી છે. 

 

એક આંબો, 22 જાતની કેરી

1: બીગ પ્રિન્ટ ક્લિન્ટ 

2:સૂર્ય ગમાઈ

3: સબજો

4: ડાક મીયા

5: આમ્રપાલ

6: થાઈ બનાના

7; નામ ડોકમાં

8: રેડ આઇવરી

9: સેન્સેશન

10: ટોમી અટકીન્સ

11: મલ્લિકા

12: પંચમહાલ બારમાસી

13: થાઈ વેરાઈટી

14: તોતાપુરી

15: રંગીન કેસર 

16:ગુલાબ ખાસ

17: આમરી

18: ભીખુ પોસ્ટ 

19: અનિલ

20: સુર્યા

21: જમનાદાસ

22: થાઈ ઓલ ટાઈમ 

(1:32 PM IST)