News of Thursday, 2nd April 2026
ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરે જન્મોત્સવની ઉજવણી : વિશેષ ભંડારાનું આયોજન: 35 હજાર ભાવિકો લેશે પ્રસાદનો લાભ
1500 કિલો લોટના લાડુ, 1800 કિલો લોટની પૂરી, 1800 કિલો બટાકાનું શાક, 600 કિલો ચણાનું શાક, 500 કિલો તુવેરની દાળ અને 300 કિલો ચોખાના ભાત તૈયાર

ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ બપોરે 12 વાગ્યે ડભોડિયા હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવશે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ સહભાગી થશે
હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંદિર પ્રશાસન દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસાદનો લાભ અંદાજે 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ લેશે તેવી શક્યતા છે. આ માટે ખૂબ જ મોટા પાયે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1500 કિલો લોટના લાડુ, 1800 કિલો લોટની પૂરી, 1800 કિલો બટાકાનું શાક, 600 કિલો ચણાનું શાક, 500 કિલો તુવેરની દાળ અને 300 કિલો ચોખાના ભાત તૈયાર કરવામાં આવ્યા છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
