News of Thursday, 2nd April 2026
ઇસુદાન ગઢવીની અટકાયત બાદ મોડી રાત્રે જામીન મુકત
બાઇક અડી જવાના બનાવમાં પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સમર્થકો સાથે દોડી જતા ગરમાગરમી થઇ'તી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર :.. ગુજરાત રાજય આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા મૂળ ખંભાળીયાના વતની ઇસુદાન ગઢવી ગઇકાલે અન્ય રાજયના એક યુવાન પર થયેલી ફરીયાદમાં તેનો બચાવ કરવા કાર્યકરો સાથે ખંભાળીયા પોલીસ સ્ટેશને જઇને એસ. પી. અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાતો કરવાની સ્થિતિમાંથી પોતે કાર્યકરો સહિત બપોરથી મોડી રાત્રી સુધી પોલીસ સ્ટેશનમાં આરોપીની સ્થિતિમાં આવી જતાં ખંભાળીયા જ નહીં સમગ્ર રાજયમાં ચર્ચા જગાવી છે. તથા સોશ્યલ મીડીયા આ બનાવોના વીડીયોની છલકાઇ ગયું હતું.
અકસ્માતથી
બોલાચાલીનો બનાવ
પોલીસ સ્ટેશનમાં સાજીદ ઇશાકભાઇ સુમરા (ઉ.૩ર) રહે. સ્ટેશન રોડ પર નરસી ભુવન પાછળ ખંભાળીયા વાળાએ પોલીસ ફરીયાદ કરેલ કે દીપક નામનો હિન્દીભાષી સાથે ફરીયાદીની ગાડી અડી જતા બોલાચાલી કરીને ફરીયાદીનું ગળુ દબાવી માર મારી તેને તથા વચ્ચે પડેલ શૌકતને માર મારી સોનાનો ચેન ઝૂંટવી લઇ પલાયન થઇ ગયેલ આ ફરીયાદના અનુસંધાને આપ પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવી જિલ્લા આપ પાર્ટી દ્વારકા પ્રમુખ રામજીભાઇ પરમાર સહિત ૩૦ થી ૩પ જેટલા કાર્યકરો પોલીસ સ્ટેશને ખંભાળીયા પહોંચ્યા હતા તથા પી. આઇ. કયાં ? પો. સ. ઇ. કયાં કહીને ફરીયાદ કરવાના આરોપી બનાવો છો ? દારૂ - જૂગારના અડ્ડા કયાં ચાલે છે તેનું લીસ્ટ છે. દરોડા પાડવા કહીને મગજમારી કરતા તથા તેના લાઇવ વીડીયો - સોશ્યલ મીડીયામાં મુકતા ભારે ચર્ચા જાગી હતી.
જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા
ખંભાળીયા પોલસ સ્ટેશને ઇસુદાન ગઢવીની મંડળી દ્વારા બબાલ ઉભી કરાઇ હોવાની જાણ થતાં જ એલ. સી. બી. પી. આઇ. બી. જે. સરવૈયા, ખંભાળીયા પી. આઇ. નિકુંજ જોશી, ડી. વાય. એસ. પી. વિસ્મય માનસેતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા પણ પોલીસ સ્ટેશને આવી ગયા હતાં. તથા ઇસુદાન સાથે શાબ્દીક બોલાચાલી થઇ હતી.
વિધિવત ફરીયાદ
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને માર મારવાના આરોપીને મદદ કરવા જતા ખુદ ફસાઇ ગયેલા ઇશુદાન ગઢવી તથા અન્ય બીજા પંચીસ વ્યકિતઓ સાથે મોડી સાંજે વિધિવત ફરીયાદ થઇ હતી.
ખંભાળિયા પો.સ.ઇ. શ્રી યુ.કે. જાદવે ફરિયાદ કરેલ કે ઇસુદાન ગઢવી તથા અન્ય ૧૮ વ્યકિતઓ એ ખંભાળિયા પોલીસ સ્ટેશનને આવીને પોતાના સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચીને એકઠા થઇને ખંભાળિયા પોલીસ સ્ટેશને દાખલ થયેલ લુંટના ફરીયાદી વિરૂધ્ધ ખોટી ફરીયાદ દાખલ કયાં નુ કહી ને ખોટું દબાણ ઉભુ કરીને પો.સ.ઇ.ની કામગીરીમાં બાધક બનીને ખોટા વાહીયાત આક્ષેપો કરીને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપી મોબાઇલમાં સમગ્ર ઘટનાનું ઓનલાઇન લાઇવ કરીને પોલીસ સ્ટેશનમાં ધકકામુકકી તથા અરાજકતા હોવાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઇ જતા કેશવભાઇ રૂડાએ પો.સ.ઇ. ને ધકકો મારી ફરજમાં રૂકાવટ કરીને મોટા આક્ષેપોના વીડીયો વાયરલ કરી પોલીસ સ્ટેશનમાંજ હુલ્લડ કર્યા ની ફરીયાદ બી.એન.એસ.ની કલમ ૧૮૯(૧), ૧૮૯(ર), ૧૯૧(ર), રર૧, પ૭, ૩પ૩(ર), ર૪૮(ર), ૬ર મુજબ ફરીયાદ પો.ઇ. નિકુંજ જોષીની હાજરીમાં કરાઇ હતી.
૧૮ ની ધરપકડ
ખંભાળિયા પી.આઇ. નિકુંજ જોશી દ્વારા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડી.વાય.એસ.પી. વિશ્મય માનસેતાના માર્ગદર્શનમાં આપ પાર્ટીના રાજય પ્રમુખ ઇશુદાન ખેરાજભાઇ ગઢવી, આપ પાર્ટી દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઇ જેઠાતભાઇ પરમાર, ખેરાજભાઇ કેશવભાઇ રૂડાય, ભાયાતભાઇ અરજણભાઇ કારીયા, રાજેશ નટવરલાલ, શામજી કરશન ચાવડા, કિશોર કરશન ચાવડા, આવળદાન માણશુર જામ, રમેશ ભીખાભાઇ હરીયાણી, ડાયાલાલ ઘરમશી ચોપડા, કાનાભાઇ ટાપુભાઇ જામ, કાંતિલાલ રૂડાભાઇ ચોપડા, વીરાભાઇ કારાભાઇ કંડોરીયા, નાથાભાઇ રાયાભાઇ કારીયા, રામભાઇ ખેતશીભાઇ ચાંગાણી, ગીરીશભાઇ મુળજી પરમાર, ધેલુભાઇ ભીખાભાઇ આંબલીયા તથા કેતન ધાનાભાઇ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. અને મોડી રાત્રે જામીન મુકત થયા હતા
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
