News of Thursday, 2nd April 2026
મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે-કાલે, ૭-૮ એપ્રિલે પણ માવઠાની શક્યતાઃ અશોકભાઈ પટેલ
જે વિસ્તારમાં વાતાવરણ અસ્થિર બનશે તે વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાશે

રાજકોટઃ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ફરી એક વખચ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આજે અને આવતીકાલે તેમજ તા.૭ અને ૮ એપ્રિલે પણ કમોસમી વરસાદની શક્યતા હોવાનું જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ઘણા દિવસોથી માવઠાની આગાહી આવ્યા રાખી છે. હાલમાં એક વે.ડી. ૩.૧કિ.મી.ના લેવલે પશ્ચિમ પાકિસ્તાનના આસપાસના વિસ્તારમાં છે તે અંગેનો એક ટ્રફ ૫.૮ કિ.મી.ના લેવલમાં ૬૨ ઈસ્ટ અને ૨૮ નોર્થ લંબાય છે.
બીજુ એક યુએસી ૧.૫ કિ.મી.ના લેવલે સિંધ અને કચ્છ આસપાસ છે.એક યુએસી મધ્ય પૂર્વ રાજસ્થાન ઉપર ૧.૫ કિ.મી.ના લેવલે છે.
જેની અસર આજે સાંજથી જ કચ્છમાં જોવા મળશે. જનરલ આજે અને આવતીકાલે અસર જોવા મળશે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે તા.૭-૮ એપ્રિલના પણ પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે.
હાલમાં મહત્તમ તાપમાન નોર્મલ થી ઘણું નીચું રહે છે. હાલ મહત્તમ તાપમાન નોર્મલ ૩૮ થી ૩૯ ડીગ્રી ગણાય.(૪૦.૪૧)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
