<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચનું મહારાષ્‍ટ્રમાં દિલધડક ઓપરેશનઃ આરોપીને ઉપાડી લાવી

દુષ્‍કર્મ અને પોક્‍સો જેવા ગંભીર ગુન્‍હાનો આરોપી ચુસ્‍ત પોલીસ જાપ્તામાંથી નાશી છૂટતા સીબીઆઇ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશનરે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી અને વિશેષ ટીમોને જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય રામબાણ પૂરવાર થયો જોઇન્‍ટ સીપી નિલેશ જાજડિયા, ડીસીપી હિમાંશુ કુમાર વર્મા, ઇન્‍ચાર્જ એસીપી ડી.જે. ચાવડાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જી. જાડેજા, psi વી બી ગોહિલ અને સ્‍ટાફની વધુ એક મોટી સિદ્ધિ આ રીતે મળીઃ વાયરલ ઘટનાની ભીતરી કથા

રાજકોટ તા.૨: વડોદરાના  દુષ્‍કર્મ અને પોસ્‍કો જેવા ગંભીર ગુન્‍હાના આરોપી કોર્ટ મુદત બાદ પોલીસના સખ્‍ત જાપ્તામાંથી ફરાર બનતા આ બાબતને સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા  પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા ખૂબ ગંભીર ગણી તાકીદની બેઠક યોજી અને જોઇન્‍ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શનમાં ડીસીપી હિમાંશુ કુમાર વર્માના નેતળત્‍વમાં ઇન્‍ચાર્જ એસીપી ડી. જે ચાવડાના સંકલનમાં સમગ્ર જવાબદારી ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  આર જી. જાડેજા અને પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર બી વી.ગોહિલ ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે. આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડને ગણતરીના સમયમાં ચોક્કસ બાતમી આધારે મહારાષ્‍ટ્રના ધૂલીયા પંથકમાં વિશેષ ઓપરેશનમાં ઝડપી પાડી વિશેષ એક સિદ્ધિ નોંધાવી છે.

પોલીસ જાપ્તામાંથી ફરાર થયા અંગે નોંધાયેલ ગુનાની વિગત અકોટા પોલીસ સ્‍ટેશન ગુ.રૂ.નં. ૧૧૧૯૬૦૪૧૨૬૦૧૨૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૬૨ મુજબ આ કામગીરી કરનાર ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્‍સપેકટર આર.જી. જાડેજા, પો.સબ.ઇન્‍સ. બી.વી. ગોહિલ તેમજ ટીમના દિપકભાઇ, ઉદેસિંહ, અમુલભાઇ, સતિષભાઇ, બીપીનભાઇ, હિતેષકુમાર, કનૈયાલાલ, જગદીશભાઇ, બળદેવસિંહ વિગેરેએ કરી હતી.

(10:40 AM IST)