<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અમદાવાદના અસારવામાં જોગણી માતાના મંદિર પાસે નાળિયેરના ભાવતાલ મુદ્દે વિવાદ બાદ અથડામણ

હુમલાખોરોએ માત્ર પથ્થરમારો જ નહીં પરંતુ તીક્ષ્ણ હથિયારો વડે પણ હુમલો કર્યો

અમદાવાદના અસારવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે નાળિયેરના ભાવતાલ મુદ્દે થયેલો વિવાદ લોહીયાળ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાના ત્રણ દિવસ જૂના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં લોકો એકબીજા પર પથ્થરમારો કરતા અને નાળિયેર ફેંકતા નજરે પડી રહ્યા છે. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો ઝઘડો એટલો વકર્યો કે બંને પક્ષોના લોકો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.

 

પ્રાપ્ત વિગતો મુજબ અસારવામાં શાકભાજીની લારી ચલાવતા સીમાબેન અને નાળિયેર વેચતા તેમના સંબંધી હર્ષિતાબેનનો પડોશી વેપારી ચિચુ મંગાભાઈ પટણી સાથે ભાવ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ દરમિયાન ચિચુ પટણી તેના ભાણેજ આશિષ અને અન્ય સગાઓ સાથે મળીને મહિલાઓ પર તૂટી પડ્યો હતો. હુમલાખોરોએ માત્ર પથ્થરમારો જ નહીં પરંતુ તીક્ષ્ણ હથિયારો વડે પણ હુમલો કર્યો હતો અને ફરિયાદીની લારીમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

(10:56 PM IST)