તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
સુરતના પાસોદ્રામાં પાડોશીના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો
પાડોશી મહિલા અને તેના ભાઈના ટોર્ચરથી આ પગલુ ભર્યાનો આક્ષેપ: વીડિયો બનાવી પીડિતાએ વ્યથા ઠાલવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી

સુરત: પાસોદ્રામાં પાડોશીના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. પાસોદ્રાની ઓમ ટાઉનશિપમાં આ ઘટના બની હતી. મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. પડોશી મહિલા અને તેના ભાઈના ટોર્ચરથી આ પગલુ ભર્યાનો આક્ષેપ કરાયો છે. વીડિયો બનાવી પીડિતાએ વ્યથા ઠાલવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી. લસકાણા પોલીસે ફરિયાદ છતાં ગુનો ન નોંધતા પરિવારમાં રોષ ફેલાયો છે. પોલીસ નિષ્ક્રિયતા સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
