તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન ન હોવાનું નિવેદન બેબુનિયાદ, તથ્યહિન : ગૌતમભાઈ ગેડીયા
ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ', કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ : મહુઆ મોઇત્રાનું નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, પરંતુ તમામ હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન છે : પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, વીર સાવરકરને આઝાદીની લડતમાંથી બાદ કરવા એ કયા પ્રકારની માનસિક વિકળતિ છે? ગૌતમભાઈ ગેડીયા

અમદાવાદ, તા.૩૦: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ પત્રકાર પરિષદમાં તળણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી તે નિવેદનની આકરા શબ્દોમાં આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે, મહુઆ મોઇત્રાએ આપેલું બેબુનિયાદ, તથ્યહિન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન જરા પણ સ્વીકાર્ય નથી. આઝાદીનું આંદોલન કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી પ્રત્યેક ભાષા અને પ્રાંતના લોકોના સહયોગથી લડાયું હતું, જેમાં ૬ લાખથી વધુ વીરોએ પ્રાણની આહુતિ આપી છે. મહુઆ મોઇત્રાનું આ નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, પરંતુ તે તમામ હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન છે, જે તેમની બૌદ્ધિક નાદારીનું પ્રદર્શન કરે છે.
વીર સાવરકર અને ગુજરાતના ક્રાંતિવીરો વિશે વાત કરતા શ્રી ગેડીયાએ કહ્યું કે, સાવરકરજીનું અપમાન એ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સંયુક્ત વિરાસત તથા સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશની ધરતી પર તિરંગો લહેરાવનાર મેડમ કામા જેવા અનેક લડવૈયાઓના યોગદાનને નકારી શકાય તેમ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રપિતાને આ લડતમાંથી બાદ કરવા એ કયા પ્રકારની માનસિક વિકળતિ છે?
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ તથા પ્રદેશ સહ પ્રવકતા ડૉ. અશ્વિનભાઈ બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ પ્રશાંત વાળા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ભાજપા ગુજરાતની યાદીમાં જણાવાયું છે
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
