<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ગુજરાતમાં રેલ વિકાસને મળી નવી ગતિઃ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૮૯૧ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

રૂા.૨૫૭ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ કાનાલુસ – જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેકટ સહિત

રાજકોટ, તા. ૩૦ : આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ ગુજરાતમાં રૂા.૮૯૧ કરોડના વિવિધ રેલ પ્રોજેકટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.

આ ઐતિહાસિક અવસરે પ્રધાનમંત્રી દ્વારા ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ તેમજ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇનનું લોકાર્પણ તથા ગાંધીધામ–આદીપુર રેલ લાઇનના મલ્ટી-ટ્રેકિંગ અને કાનાલુસ–જામનગર રેલ લાઇનના ડબલિંગનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના મધ્ય ભાગ વચ્ચે ઝડપી, સુલભ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા સ્થાપિત થશે.

રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક વિસ્તરણ અને આધુનિકીકરણ

આ પ્રોજેકટ્સ માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના સામાજિક અને આર્થિક પરિવર્તન માટે પ્રેરક સાબિત થશે. વધુ સારી રેલ કનેકિટવિટીથી વેપાર, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું સરળ બનશે, સાથે જ સ્થાનિક સ્તરે રોજગારી અને ઉદ્યોગોને વેગ મળશે.

લોકાર્પણ થનારા મુખ્ય રેલ પ્રોજેકટ્સ

કાનાલુસ – જામનગર રેલખંડનું ડબલિંગ (૨૭ કિમી)

રૂા.૨૫૭ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ પ્રોજેકટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે, જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેકટ જામનગર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તથા ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબિત થશે.

નવી ટ્રેન સેવૉં પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન

ખેડબ્રહ્માથી હિંમતનગર થઈ અમદાવાદ (અસારવા) સુધી શરૂ થનારી નવી ટ્રેન સેવા સામાન્ય જનતા માટે દૈનિક મુસાફરી સરળ બનાવશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દીઓ માટે શહેર સુધી અવરજવર વધુ સુવિધાજનક અને સસ્તી બનશે. આનાથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોનો સીધો સંપર્ક મોટા શહેરો સાથે થશે, જેનાથી જીવનધોરણમાં સુધારો આવશે અને સ્થાનિક વેપારીઓને નવા બજાર ઉપલબ્ધ થશે.

ખેડબ્રહ્મા – હિંમતનગર રેલ લાઇન (૫૫ કિમી)

૪૮૨ કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી સાબરકાંઠા વિસ્તારને સીધી રેલ સુવિધા પ્રાપ્ત થશે. હવે લોકો અમદાવાદથી નાના અંબાજી સુધી ઓછા સમયમાં અને સસ્તા ભાડામાં સરળતાથી પહોંચી શકશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે. આ પ્રોજેકટ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે અને પ્રાદેશિક વિકાસને ગતિ આપશે.

ગાંધીધામ – આદિપુર રેલખંડનું મલ્ટીટ્રેકિંગ (૧૧ કિમી)

૧૫૨ કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી માલગાડીઓની અવરજવર સુગમ થશે. કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગોને માલ પરિવહનમાં તેજી મળશે, જેનાથી વેપારને વેગ મળશે. ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે અને મુસાફરોને ઓછી અસુવિધા થશે. ખાસ કરીને મીઠું, કન્ટેનર, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કોલસાના પરિવહનમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે, જેનાથી લોજિસ્ટિકસ સિસ્ટમ વધુ મજબૂત બનશે.

સર્વસમાવેશક વિકાસની

દિશામાં સશકત કદમ

ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલી આવી પહેલો દેશના અંતિમ છેડા સુધી કનેકિટવિટી સુનિિ?ત કરીને ઙ્કસૌનો સાથ, સૌનો વિકાસઙ્ખ ના સિદ્ધાંતને સાકાર કરે છે. આ પ્રોજેકટ્સ રાજ્યના સમગ્ર વિકાસમાં મહત્વનું યોગદાન આપશે તથા ભારતને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશકત બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે. પ્રધાનમંત્રી દ્વારા આ પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.

(3:19 PM IST)