તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
સુરતના ડિંડોલી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ ભાજપ વિરોધી પોસ્ટર્સ લાગતા રાજકારણમાં ભારે ગરમાવો
મોંઘવારી, મોંઘા શિક્ષણ જેવા સળગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા: દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર મામલે પોસ્ટરથી આક્રોશ કરાયો વ્યક્ત

સુરતના ડિંડોલી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ ભાજપ વિરોધી પોસ્ટર્સ લાગતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અલગ અલગ સર્કલ પર વિરોધ દર્શાવતા અનેક પોસ્ટર લાગ્યા છે. મોંઘવારી, મોંઘા શિક્ષણ જેવા સળગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર મામલે પોસ્ટરથી આક્રોશ વ્યક્ત કરાયો છે. ટ્રાફિક સમસ્યાથી હવે જનતા થાકી ગઈ હોવાનું લખાણ લખાયું છે. કમળના પ્રતિક પર ક્રોસ નિશાન મૂકી રાજકીય સંદેશ અપાયો છે. ચૂંટણી પૂર્વે વિરોધના પોસ્ટરોથી શહેરના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
