<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડગામમાં કોંગ્રેસ દ્વારા જન વિશ્વાસ સંમેલન યોજાયું

ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંઘનાદ વડગામથી ફૂંકાયો હોવાનો અમિત ચાવડાએ હુંકાર કર્યો

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આજે બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસ દ્વારા જન વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જે સંમેલનમાં વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંઘનાદ વડગામથી ફૂંકાયો હોવાનો અમિત ચાવડાએ હુંકાર  કર્યો હતો.

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આજે વડગામ ખાતે કોંગ્રેસ દ્વારા જન વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અમિત ચાવડા હાજર રહ્યા હતા આ સંમેલનમાં વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકોએ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડગામ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસે મજબૂત શરૂઆત કરી છૅ. 

 આ સંમેલનમાં હાજર અમિત ચાવડાએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના કલાકો છે ત્યારે વડગામથી કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું રણસીંગું ફૂંકાયું છે. લોકો પરિવર્તન ઈચ્ચી રહ્યા છે અને આ વડગામથી પરિવર્તનની શરૂઆત થશે. અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસ પોતાના બળ પર જ લડશે અને આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકરોના બળથી જન જન સુધી પહોંચશે.

 

વડગામ તાલુકાના ગામડાઓમા ચૌધરી સમાજના મોટા પ્રમાણ મા મતદારો છે. તાલુકામાં 45 હજાર થી વધુ ચૌધરી સમાજના મતદારો હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા મહત્વની ભૂમિકા રહેતી હોય છૅ. ત્યારે સમાજના આગેવાનો સહીત લોકો આજે કોંગ્રેશ મા જોડાતા  ભાજપ અવઢવ મા મુકાઈ છૅ.. કોંગ્રેસમાં જોડાનાર આગેવાન ગોવિંદ ચૌધરીએ કહ્યું હતું કે આજે હું અમિત ચાવડા ના હસ્તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું વર્ષોથી અમારી વિચારધારા કોંગ્રેસની રહેલી છે..અને હવે વડગામ કોંગ્રેસને વધારે મજબૂત કરીશું.

 

(5:45 PM IST)