તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
અંકલેશ્વરમાં સબંધો શર્મસાર :નરાધમ પિતાએ 12 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી: ધરપકડ
મૂળ જામનગર જિલ્લાનો પરિવાર રોજગારીની શોધમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વસ્યો હતો:પિતાએ ઘરમાં જ દીકરી સાથે અનેકવાર ગંભીર કૃત્ય આચરી હવસ સંતોષી

ભરૂચના અંકલેશ્વર પંથકમાં થોડા સમય પહેલા જ બનેવીએ સાળીને શિકાર બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે પુત્રીના સંબંધનો લજવતી ઘટના સામે આવી છે. એક સગા પિતાએ જ પોતાની 12 વર્ષની માસુમ દીકરી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ આ મામલે નરાધમ પિતાની પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાનો એક પરિવાર રોજગારીની શોધમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવીને વસ્યો હતો. આ પરિવાર અહીં ભાડાના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં 12 વર્ષની સગીર દીકરી હતી. જેની સુરક્ષાની જવાબદારી જેના શિરે હતી, તેવા 35 વર્ષીય નરાધમ પિતાની દાનત પોતાની જ દીકરી પર બગડી હતી. પિતાએ ઘરમાં જ દીકરી સાથે અનેકવાર ગંભીર કૃત્ય આચરી હવસ સંતોષી હતી અને કોઈને ન કહેવા માટે બાળકીને ધમકાવી હતી.
આ અત્યાચાર ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબી તપાસ દરમિયાન તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે 12 વર્ષની આ બાળકી દોઢ માસનો ગર્ભ ધરાવે છે. બાળકીની વિશ્વાસમાં લઈને પૂછપરછ કરવામાં આવતા તેણે રડતા રડતા પોતાની સાથે પિતાએ કરેલા કાળા કરતૂતની આપવીતી સંભળાવી હતી. આ ખુલાસો થતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ એક્શનમાં આવી હતી. ગુનાની ગંભીરતાને સમજીને પોલીસે તાત્કાલિક નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં બાળકીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ ઘટનાએ સમાજમાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જ્યારે ઘરની ચાર દીવાલો વચ્ચે જ દીકરીઓ સુરક્ષિત નથી, ત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર પોલીસે આરોપી પિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે. આ કિસ્સાએ ભાડે મકાન આપતા માલિકો અને સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
