<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સુરતમાં જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં: યુવતી સાથેના ચોંકાવનારા સંવાદનો ઓડિયો વાયરલ, 'ફોટો ડિલિટ કરી દે' કહેતા સંભળાયા મુનિ

સુરતમાં જૈન મુનિ સાગરચંદ્ર મહારાજ સામે ગંભીર આક્ષેપો સાથેનો ઓડિયો વાયરલ થતા જૈન સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે

સુરત: મુનિ અને યુવતી વચ્ચેના રહસ્યમય સંવાદો સુરતમાંથી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહી છે, જેમાં કથિત રીતે મુનિ સાગરચંદ્ર એક યુવતી સાથે વાત કરી રહ્યા છે. આ સંવાદોમાં મુનિ યુવતીને વારંવાર 'ફોટો ડિલિટ મારી દે' તેમ કહેતા સંભળાય છે, જે અનેક શંકાઓ જન્માવે છે.

 જૈન સમાજના અગ્રણીઓમાં રોષ આ ઓડિયો સામે આવ્યા બાદ સુરતના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અનેક લોકોએ આ ઘટનાને ધર્મ અને સંયમની મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. મુનિ સામેના ગંભીર આક્ષેપોને પગલે સમાજના અગ્રણીઓ પણ આઘાતમાં છે.

શું છે સમગ્ર સત્ય? ઓડિયોમાં જે ફોટો ડિલિટ કરવાની વાત થઈ રહી છે, તે ફોટો કયો છે અને તેમાં એવું શું છે કે મુનિ આટલા ચિંતિત જણાય છે, તે અત્યારે તપાસનો વિષય છે. યુવતી અને મુનિ વચ્ચેના સંબંધો અને વાતચીતના સંદર્ભને લઈને સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

 શું આ કોઈ ષડયંત્ર છે કે હકીકત? એક તરફ મુનિના સમર્થકો આને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે, તો બીજી તરફ પીડિત પક્ષ અને વિરોધ કરનારાઓ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. જૈન શાસનની ગરિમા જળવાય તે માટે યોગ્ય પગલાં લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

 

 

(4:25 PM IST)