<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ખેડૂતો માટે ચિંતાના સમાચાર: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: હવામાન વિભાગે જાહેર કર્યું 'રેઈન એલર્ટ'

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી: આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની પૂરી સંભાવના:

અમદાવાદ: ઉનાળાની ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની શક્યતા ગુજરાતના હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની પૂરી સંભાવના છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં 'થંડરસ્ટોર્મ' ની ચેતવણી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ પ્રભાવિત થશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ કમોસમી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

પાકને નુકસાનની ભીતિ આગામી દિવસોમાં જો વરસાદ પડે તો ખેતરમાં ઉભા પાક અને માર્કેટિંગ યાર્ડમાં રાખેલા અનાજને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવા અને લણણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપી છે.

(3:00 PM IST)