તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
ભાવનગરના અલંગમાં ૮ વર્ષ પહેલા હત્યા કરનાર ઇનામી વોન્ટેડ અપરાધીને મહારાષ્ટ્રના બારામતી પહોંચી વિશેષ ઓપરેશનમાં સુરત PCB એ દબોચી લીધો...
નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાન સુરત સોંપી અનુપમસિહ ગેહલોતે વિચાર રજૂ કર્યો ત્યારે સફળતાની આશા ઘણાને ધૂંધળી લાગેલ, ૧૫ વર્ષથી વોન્ટેડ ૭૭ થી વધુ આરોપીને રાજ્ય બહારથી PCB પકડી લાવી ત્યારે સુરત મોડેલ હર્ષભાઈ આખા ગુજરાતમાં અમલી બનાવવા સજ્જ થયા છે... : મૂળ ઉતરપ્રદેશના આ શખ્સે સૌરાષ્ટ્રમાં હત્યા કરી મહારાષ્ટ્રમાં વર્ષોથી છૂપાઈ બેઠો હોવાની માહિતી મળતા જ અમારી ટીમો ત્રાટકી હતી...અકિલા સાથે સુકાની પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ સુવેરાની વાતચીત...

રાજકોટ, તા.૨૮: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન સાથે નો વોન્ટેડ ઇન સુરત જેવું આજ દિવસ સુધી કોઈ દ્વારા ભાગ્યેજ ગુજરાતમાં થયું હોય તેવું અભિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ખૂબ આગળ વિચારવાની રણનીતિ મુજબ થયો ત્યારે મોટા ભાગના ગુજરાતના પોલીસ અધિકારી તથા સ્ટાફને આ અભિયાન સફળ થવા વિષે શંકા હતી, પણ કોઈ પડકારરૂપ કાર્ય હાથમાં રાખી તેને પોતાના હાથપગ જેવા પોલીસ સ્ટાફ તથા લોકોના વિવિધ વર્ગના સમૂહને પોતાની સાથે રાજકોટ સૌરાષ્ટ્રની પ્રણાલી મુજબ જોડી અને અમલમાં મુક્તા અત્યારે આ સફળતા જોઈ સહુ અચંબો પામી ગયા છે તેમ આ અભિયાન જેમના નેતળત્વ હેઠળની ટીમ ચલાવી રહી છે, તેવા PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આર એસ. સુવેરાએ વિશેષમાં જણાવેલ કે પોલીસ કમિશનરશ્રીના આ અભિયાનની સફળતાનું દ્રષ્ટાંત આપતા જણાવેલ કે, હવે અમારી ટીમ સુરત જ નહિ, સૌરાષ્ટ્રના ભાવનગરના અલગ ખાતેના ૮ વર્ષથી વોન્ટેડ અપરાધી કે જેના પર ૧૦૦૦૦ નુ ઇનામ હતું તે પણ મહારાષ્ટ્ર સુધી પોહચી આરોપીને ઝડપી લાવ્યા છીએ.
અમારી ટીમના અશોકભાઈ લૂણીને મળેલ બાતમી આધારે મૂળ ઉતરપ્રદેશના અને વોન્ટેડ રહ્યા બાદ મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં છુપાયેલ હોવાની બાતમી આધારે અમોએ તે બાબત થોડી ખાતરી કરી પોલીસ કમિશનરશ્રીને જણાવતા તેમની સાથે ચર્ચા બાદ વિશેષ ટીમ બનાવેલ જેમાં ASI હસમુખભાઈ મોહનભાઈ, સહદેવભાઈ વરવાભાઈ, વિપુલભાઈ મંગુભાઇ, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈની ટીમ દ્વારા ખાસ ઓપરેશનમાં આરોપી સુનિલ કિશોરી પ્રસાદને ઝડપી લીધાના સમાચાર મળતા પોલીસ કમિશનર શ્રી દ્વારા આખી ટીમને અભિનંદન આપેલ છે.
આરોપી દ્વારા તેના મિત્રો સાથે વિનોદ યાદવ નામના શખ્સની સળિયા મારી હત્યા કરેલ. PCB દ્વારા ૧૭ વર્ષથી વોન્ટેડ ૭૭ થી વધુ વોન્ટેડ પકડી ગુજરાત પોલીસમા મોટો વિક્રમ સર્જતા હર્ષભાઈ સંઘવી પણ હર્ષ પામ્યા છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
