તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
બપોર બાદ રાજકોટ - જામનગર - જૂનાગઢ - ભાવનગર ક્ષેત્રમાં વધુ અસરઃ ગાજવીજ સાથે વરસાદની શકયતા
વેધરએનાલીસ્ટ મહેશ પાટડીયાનો સંકેતઃ કચ્છ ભુજમાં પવનનું જોર એકાદ સ્થળે હળવા ઝાપટા...

રાજકોટઃ જાણીતા વેધરએનાલીસ્ટ મહેશ પાટડીયાએ આજના ગુજરાત હવામાન અપડેટ ૨૮ માર્ચ (બપોર બાદ) અંગે ઉમેર્યુ છે કે આપેલા ચાર્ટ મુજબ આજે બપોર બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે પવન + ભેજ = માવઠાની સ્થિતિ તૈયાર લો લેવલમાં ભેજ અને પવનની દિશામાં ફેરફારને કારણે વાતાવરણ અસ્થિર બન્યું છે, જેના કારણે ગાજવીજ સાથે માવઠાની સંભાવના ઊભી થઈ છે.
વિસ્તારવાર અસર
. કચ્છ (ભુજ, ગાંધીધામ, નલિયા) વાદળછાયું વાતાવરણ સાથે પવનનો જોર એકાદ જગ્યાએ હળવા ઝાપટા
. ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, મહેસાણા) બપોર બાદ વાદળછાયું ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા
. મધ્ય ગુજરાત (અમદાવાદ, વડોદરા, આનંદ) સાંજ તરફ વાતાવરણ બદલાશે ગાજવીજ સાથે હળવો વરસાદ શકય
. સૌરાષ્ટ્ર (રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર)
. આ વિસ્તારમાં સૌથી વધુ અસર ગાજવીજ સાથે છૂટાછવાયા થી મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારોમાં પવનના જોરદાર ઝાટકા
. દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ) દરિયાઈ ભેજના કારણે વાતાવરણ સક્રિય સાંજ/રાત્રે ગાજવીજ સાથે વરસાદ
ખાસ ચેતવણી
ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું પવનના ઝાટકાથી ખેતી પાકને નુકસાન થઈ શકે કયાંક અચાનક ભારે ઝાપટા પણ આવી શકે
આગાહી આધારઃ Windy ચાર્ટ મુજબ પવન + ભેજ + convergence (વેધર અપડેટઃ મહેશ પાટડિયા)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
