<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

અમદાવાદના વિમાન પ્રવાસીઓ માટે અત્યંત અગત્યના સમાચાર: એર ઇન્ડિયા પોતાની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ટર્મિનલ-૨ પર શિફ્ટ કરશે

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વ્યવસ્થામાં મોટો ફેરફાર: યાત્રીઓને યાત્રા અગાઉ ટર્મિનલની ખાસ ખાતરી કરવા અપીલ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઇ) એરપોર્ટ પરથી મુસાફરી કરતા એર ઇન્ડિયાના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ટાટા ગ્રૂપની માલિકીની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે તે અમદાવાદથી ઓપરેટ થતી પોતાની તમામ ડોમેસ્ટિક (સ્થાનિક) ફ્લાઇટ્સનું સંચાલન હવે ટર્મિનલ-૨ પર શિફ્ટ કરશે.
અગાઉ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સામાન્ય રીતે ટર્મિનલ-૧ પરથી ઓપરેટ થતી હતી, પરંતુ એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા અને પેસેન્જર ટ્રાફિકના યોગ્ય વ્યવસ્થાપન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ તેના તમામ મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમની ટિકિટમાં દર્શાવેલ ટર્મિનલ નંબર કાળજીપૂર્વક ચકાસી લે, જેથી છેલ્લી ઘડીએ કોઈ હાલાકી કે ફ્લાઇટ ચૂકી જવાનો વારો ન આવે. આ નવો ફેરફાર ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે અમલમાં આવશે.

(10:33 PM IST)