<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ માટેની રોટેશન સિસ્ટમની સત્તાવાર જાહેરાત

બે જિલ્લામાં SC માટે, 8 જિલ્લામાં ST માટે અને 7 જિલ્લામાં OBC માટે પ્રમુખ પદ અનામત:17 જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગ માટે પ્રમુખ પદ રહેશે:દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદ તાલુકા પંચાયતમાં SC અનામત : આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લા પંચાયતમાં ST માટે પ્રમુખ પદ અનામત રહેશે

 અમદાવાદ :ગુજરાત સરકારે આગામી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ માટેની રોટેશન સિસ્ટમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નવા નિર્ણય મુજબ, રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. આ પ્રક્રિયા લોકશાહી ઢબે તમામ વર્ગોને સમાન પ્રતિનિધિત્વ મળે તે હેતુથી હાથ ધરવામાં આવી છે.

 

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રોટેશન સિસ્ટમ જાહેર કરવામાં આવી છે. નવા નિર્ણય અનુસાર, બે જિલ્લામાં SC માટે, 8 જિલ્લામાં ST માટે અને 7 જિલ્લામાં OBC માટે પ્રમુખ પદ અનામત રહેશે, જ્યારે 17 જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગ માટે પ્રમુખ પદ રહેશે. આ નિર્ણયમાં દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદ તાલુકા પંચાયતમાં SC અનામત રાખવામાં આવી છે. આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લા પંચાયતમાં ST માટે પ્રમુખ પદ અનામત રહેશે. અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લામાં OBC વર્ગ માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે.  આ ફેરફારથી આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાશે અને નવા ચહેરાઓને તક મળશે.

નવા જાહેર થયેલા રોટેશન મુજબ, રાજ્યની કુલ જિલ્લા પંચાયતોમાંથી 2 જિલ્લામાં SC માટે, 8 જિલ્લામાં ST માટે અને 7 જિલ્લામાં OBC વર્ગ માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે. બાકીની 17 જિલ્લા પંચાયતોમાં સામાન્ય વર્ગ  માટે પ્રમુખ પદ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી જે-તે જિલ્લાના પાયાના રાજકારણમાં નવા ચહેરાઓને તક મળશે.

  • GENERAL         17  
  • OBC             07  
  • ST               08  
  • SC             02

આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ ST (અનુસૂચિત જનજાતિ) માટે અનામત રાખવામાં આવ્યું છે. બીજી તરફ, OBC વર્ગ માટે અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જેવા મોટા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં હવે OBC ઉમેદવારો પ્રમુખ પદની કમાન સંભાળશે.

 

જિલ્લા પંચાયતની સાથે સાથે તાલુકા સ્તરે પણ ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને વાવ-થરાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ SC (અનુસૂચિત જાતિ) માટે અનામત રાખવામાં આવ્યું છે. રોટેશન પદ્ધતિના અમલને કારણે વર્ષોથી પ્રભુત્વ ધરાવતા જૂથોએ હવે નવા સમીકરણો મુજબ પોતાની રણનીતિ બદલવી પડશે. આગામી દિવસોમાં આ ફાળવણી મુજબ રાજકીય પક્ષો પોતાના મજબૂત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરશે. આ નવી રોટેશન સિસ્ટમ આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે લાગુ પડશે, જે સ્થાનિક વિકાસના કામો અને વહીવટમાં નવી દિશા નક્કી કરશે.

 

 

 

(9:46 PM IST)