News of Friday, 27th March 2026
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આઈ.ટી. સંવર્ગના ૩૪ ઉચ્ચ અધિકારીઓની મોટાપાયે બદલી અને નિમણૂકના આદેશો જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ
નાયબ અને મદદનીશ નિયામક કક્ષાના અધિકારીઓને વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં લોન સર્વિસના ધોરણે નવી જવાબદારીઓ સોંપાઈ : વહીવટી પ્રક્રિયાને વેગ આપવા રાજ્યપાલના હુકમથી મહત્વનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) દ્વારા રાજ્યના આઈ.ટી. સંવર્ગમાં વ્યાપક ફેરફારો કરતા એક મહત્વની અધિસૂચના બહાર પાડવામાં આવી છે. આ આદેશ અનુસાર, નાયબ નિયામક અને મદદનીશ નિયામક કક્ષાના કુલ ૩૪ અધિકારીઓની લોન સર્વિસના ધોરણે અલગ-અલગ વિભાગો અને કચેરીઓમાં બદલી તથા ફાળવણી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓએ તેમને સોંપાયેલ નવી કચેરીઓ ઉપરાંત જે-તે વિભાગ હસ્તકના બોર્ડ અને કોર્પોરેશનની આઈ.ટી. સંબંધિત કામગીરી પણ સંભાળવાની રહેશે.
બદલી થયેલ અધિકારીઓની વિગતવાર યાદી નીચે મુજબ છે:
નાયબ નિયામક (IT) સંવર્ગના અધિકારીઓ:
* નિકુંજકુમાર આર. પટેલ: મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી બદલી કરી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી, ગાંધીનગર ખાતે e-Governance ના પ્રોજેક્ટ્સ માટે મુકાયા.
* સંગીથા રંગરજન: વન અને પર્યાવરણ વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ફાળવણી.
* આનંદકુમાર: શિક્ષણ વિભાગમાંથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) માં આઈ.ટી. પાર્ક્સ અને એસ.ટી.આઈ. પોલિસીના અમલીકરણ માટે નિમણૂક.
* શ્રીમતી લીના એમ. પટેલ (નંદુરબારકર): મહેસૂલ વિભાગમાંથી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં બદલી.
* મનિષકુમાર આઈ. નાયક: અન્ન, નાગરિક પુરવઠા વિભાગમાંથી તે જ વિભાગમાં ચાલુ રાખી માર્ગ અને મકાન વિભાગની વધારાની કામગીરી સોંપાઈ.
* મેહુલકુમાર બી. ભોજક: નાણા વિભાગમાંથી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (ફ્યુચર ટેક્નોલોજી ઇનિશિયેટિવ્સ) માં ફાળવણી.
* વિપુલ એ. પ્રજાપતિ: ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (ઇન્સેન્ટિવ શાખા) માં બદલી.
* શ્રીમતી સ્મિતાબેન ડી. ગોસાઈ: નિયામક આઈ.સી.ટી. કચેરીમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મુકાયા.
* કમલેશકુમાર ઓ. પટેલ: નિયામક આઈ.સી.ટી. કચેરીમાંથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ફાળવણી.
* શ્રીમતી જલ્પાબેન એસ. મોઢ: મહેસૂલ વિભાગમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી.
* સંજય આર. ભાભોર: નાણા વિભાગમાંથી ગુજરાત આઈ.એસ.પી. સર્વિસીસ લિમિટેડમાં નિમણૂક.
મદદનીશ નિયામક (IT) સંવર્ગના અધિકારીઓ:
* અરજન લાખા ભૂતિયા: વન અને પર્યાવરણ વિભાગમાંથી ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) માં બદલી.
* જોયકુમાર આલ્બર્ટભાઈ ચારેલ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનમાં નિમણૂક.
* કલ્પેશ સુરેશભાઈ પ્રજાપતિ: આદિજાતિ વિકાસ વિભાગમાંથી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરીમાં ફાળવણી.
* વિવેકકુમાર રાજેશકુમાર સતાસિયા: નિયામક આઈ.સી.ટી. કચેરીમાં જ રહીને ફ્યુચર ટેક્નોલોજી ઇનિશિયેટિવ્સની જવાબદારી સંભાળશે.
* મૌલિક મહેન્દ્રકુમાર ચૌહાણ: ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડમાંથી અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીમાં બદલી.
* અલીરાજા તુરાબઅલી વસાયા: સામાજિક ન્યાય વિભાગમાંથી રાજ્ય વેરા કમિશનરની કચેરી, અમદાવાદમાં નિમણૂક.
* જયકુમાર કલ્પેશભાઈ શાહ: પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બદલી.
* ભાવેશકુમાર શૈલેષભાઈ પ્રજાપતિ: નિયામક આઈ.સી.ટી. કચેરી (ઇન્સેન્ટિવ) માંથી તે જ કચેરીમાં ફ્યુચર ટેક્નોલોજી ઇનિશિયેટિવ્સમાં ફાળવણી.
* જિગરકુમાર પુંજાલાલ પ્રજાપતિ: હિસાબ અને તિજોરી નિયામકની કચેરીમાંથી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરીમાં બદલી.
* નાગેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ: નિયામક આઈ.સી.ટી. કચેરીમાં જ વહીવટ (Admin) શાખામાં મુકાયા.
* અશોકકુમાર બટુકભાઈ બગથરીયા: ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનમાંથી શ્રમ અને રોજગાર વિભાગમાં ફાળવણી.
* ધવલકુમાર દિનેશચંદ્ર સુથાર: નિયામક આઈ.સી.ટી. (ઇન્સેન્ટિવ) માંથી તે જ કચેરીની પોલિસી ઇમ્પ્લીમેન્ટેશન શાખામાં બદલી.
* ઇન્દ્રજીતસિંહ જાડેજા: નિયામક આઈ.સી.ટી. કચેરીમાંથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં ફાળવણી.
* શ્રીમતી શ્રધ્ધા દીપકકુમાર જોષી: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાંથી કાયદા વિભાગમાં બદલી.
* સાગર નરેશભાઈ પ્રજાપતિ: કલેક્ટર કચેરી બનાસકાંઠાથી શિક્ષણ વિભાગમાં નિમણૂક.
* સચિનકુમાર ચંદુલાલ પટેલ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માંથી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફાળવણી.
* તુષારકુમાર અરજણભાઈ એપા: કલેક્ટર કચેરી જૂનાગઢથી માર્ગ અને મકાન વિભાગમાં બદલી.
* પિયુષકુમાર દેવેન્દ્રસિંહ ગઢવી: નિયામક આઈ.સી.ટી. કચેરીમાંથી શહેરી વિકાસ વિભાગમાં નિમણૂક.
* પાર્થ રાજેશકુમાર પટેલ: નિયામક આઈ.સી.ટી. (ડિજિટલ ગુજરાત) માંથી તે જ કચેરીની અન્ય ઈ-ગવર્નન્સ કામગીરીમાં ફાળવણી.
* રાજેશ નાનુભાઈ ઠાકરિયા: નિયામક આઈ.સી.ટી. કચેરીમાં જ પોલિસી ઇમ્પ્લીમેન્ટેશન અને એડવોકેસી વિભાગમાં મુકાયા.
* મહેશકુમાર શક્તિદાન ગઢવી: મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાંથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં બદલી, સાથે માહિતી અને પ્રસારણ વિભાગની વધારાની કામગીરી.
* સ્નેહલકુમાર સ્તેફનભાઈ નિનામા: કલેક્ટર કચેરી પંચમહાલથી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ફાળવણી, સાથે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની વધારાની કામગીરી.
* જયમલ પ્રતાપભાઈ ચૌધરી: રમતગમત વિભાગમાંથી નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં બદલી, સાથે ક્લાઇમેટ ચેન્જ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો.
આ બદલીના આદેશો ૨૭ માર્ચ ૨૦૨૬ ના રોજ નાયબ સચિવ આર.સી. દેસાઈ દ્વારા જારી કરવામાં આવ્યા છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
