<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આઈ.ટી. સંવર્ગમાં મોટાપાયે ફેરબદલ : 41 આઈ.સી.ટી. અધિકારીઓની નવી જગ્યાએ નિમણૂંકના આદેશો જારી : જુઓ સંપૂર્ણ યાદી

વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લોન સેવાના ધોરણે રાજ્યના વિવિધ વિભાગો અને કચેરીઓમાં ફરજ બજાવતા આઈ.સી.ટી. અધિકારીઓની ફાળવણીમાં ફેરફાર કરાયો; ડિઝિટલ ગુજરાત અને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સને વેગ આપવા નિર્ણય

ગાંધીનગર: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા તારીખ 27.03.2026ના રોજ એક મહત્વની અધિસૂચના જારી કરીને આઈ.ટી. સંવર્ગના 41 આઈ.સી.ટી. અધિકારીઓની બદલી અને નવી ફાળવણી કરવામાં આવી છે. નાયબ સચિવ આર.સી. દેસાઈના હસ્તાક્ષરથી બહાર પડેલા આ આદેશ મુજબ, લોન સેવાના ધોરણે વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી કચેરીઓમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ ડિઝિટલ ગુજરાત, ઈ-ગવર્નન્સ અને નવી ટેકનોલોજીના પ્રોજેક્ટ્સ માટે ખાસ નિમણૂંકો કરવામાં આવી છે.

આઈ.સી.ટી. અધિકારીઓની નવી ફાળવણીની વિગત:

બદલી કરવામાં આવેલા અધિકારીઓ અને તેમની જૂની-નવી કચેરીઓની યાદી નીચે મુજબ છે:
 * આશિષ એસ. ચૌધરી: ક્લાઈમેટ ચેન્જ વિભાગ (સર્વ શિક્ષા અભિયાનની વધારાની કામગીરી) થી વિકાસ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર (સર્વ શિક્ષા અભિયાનની વધારાની કામગીરી સાથે).
 * ધારાકુમારી એસ. પટેલ: ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ થી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ.
 * જતિન સી. મિસ્ત્રી: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા કોર્પોરેશન લી. થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી, ગાંધીનગર (PMU, e-Gov).
 * કેતન એમ. નિરંજન: નિયામક અન્ન અને નાગરિક પુરવઠા (શ્રમ અને રોજગાર વિભાગની વધારાની કામગીરી) થી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
 * શરદ એન. કુંભારાણા: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ થી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC).
 * વૈશાલી બી. રાઠોડ: માહિતી અને પ્રસારણ વિભાગ થી નિયામક હિસાબ અને તિજોરી (નિયામક પેન્શન અને પ્રોવિડંટ ફંડ તથા વિમા નિયામકની કચેરીની વધારાની કામગીરી).
 * રચિતકુમાર ડી. સુથાર: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી, ગાંધીનગર (Telecom).
 * નિશાંત પી. મકવાણા: વિકાસ કમિશનરની કચેરી થી સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર.
 * રૂપલબેન એન. પરમાર: બંદરો અને વાહન વ્યવહાર વિભાગ થી મુખ્ય વન સંરક્ષકની કચેરી.
 * મિતેશકુમાર જી. ડામોર: આદિજાતિ વિકાસ વિભાગ થી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની વધારાની કામગીરી).
 * વિજય એ. ભાલિયા: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ થી ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર.
 * શ્રધ્ધા એ. બારડ: ગુજરાત શહેરી વિકાસ મિશન થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી, ગાંધીનગર (PMU, e-Gov).
 * મેહુલકુમાર એમ. ડાંગર: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ થી ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ.
 * હિતેશ આર. ગોર: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (incentive) થી ઉદ્યોગ કમિશનરની કચેરી.
 * ચિરાગ વી. વાળા: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Digital Gujarat) થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Digital Gujarat, e-Gov).
 * ભાવેશ વી. પાટણકર: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (PMU, e-Gov).
 * મહેશકુમાર બી. રાધવાણી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી રાજ્ય વેરા કમિશનરની કચેરી, અમદાવાદ.
 * ખ્યાતિ આર. કોઠારી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Digital Gujarat, e-Gov).
 * શિવાંગગીરી આર. ગોસ્વામી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Gujarat Future technologies initiatives).
 * ફોરમ બી. મોદી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (PMU, e-Gov).
 * મુકેશકુમાર બી. નિનામા: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ.
 * હેતલ જી. ગળચર: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Digital Gujarat, e-Gov).
 * ભાવેશ એસ. મોતીવાલા: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (policy).
 * અલ્પેશ કે. અસારી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT).
 * સ્નેહલ વી. દેસાઈ: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (policy).
 * અનિલ કે. ઝાપડિયા: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (P.M.U) થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Digital Gujarat, e-Gov).
 * ધર્મજિતસિંહ જી.: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Deep Tech Cell) થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Gujarat Future technologies initiatives).
 * ઉત્તમ વી. ભાખર: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Deep Tech Cell) થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Gujarat Future technologies initiatives).
 * રાજકુમાર જી. દેડુન: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (P.M.U) થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Gujarat Future technologies initiatives).
 * કાજલ ધોધારી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (P.M.U) થી સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકની કચેરી, ગાંધીનગર (પગાર ચકાસણી નિયામક અને લોકલ ફંડ કચેરીની વધારાની કામગીરી).
 * સતિષકુમાર જે. ધિનૈયા: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Software Team) થી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદ.
 * ભાર્ગવ પી. મોદી: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Software Development).
 * મેહુલ ડી. મકવાણા: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (policy).
 * મયુર ડી. ધડુક: નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (Admin).
 * હર્ષ જે. ગુર્જર: ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન થી ગુજરાત શહેરી વિકાસ મિશન.
 * રમેશભાઈ આર. ગોહિલ: ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન થી નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી.
 * રવિકાન્ત જે. સોલંકી: ગુજરાત આઈ.એસ.પી. લિમિટેડ થી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા કોર્પોરેશન લિમિટેડ.
 * કમલનારાયણ રાય: કલેક્ટર કચેરી, વાવ-થરાદ થી નિયામક આઈ.સી.ટી. અને ઈ-ગવર્નન્સની કચેરી (policy).
 * નમ્રતા આર. નાથવાણી: કલેક્ટર કચેરી, રાજકોટ થી ગુજરાત આઈ.એસ.પી. લિમિટેડ.
 * નિકિતાબેન એમ. ચૌધરી: કલેક્ટર કચેરી, મહેસાણા થી નિયામક આદિજાતિ વિકાસની કચેરી.
 * પરવેઝ એમ. શેખ: કલેક્ટર કચેરી, નર્મદા થી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી.

આ આદેશ મુજબ, ખાતાના વડાની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની અન્ય બોર્ડ અને કોર્પોરેશનની આઈ.ટી. સંબંધિત કામગીરી પણ સંભાળવાની રહેશે. આ બઢતી અને બદલી પ્રક્રિયામાં રાજ્યપાલના હુકમનો અમલ કરવામાં આવ્યો છે. આ અધિસૂચનાની નકલ રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોને જાણ અર્થે રવાના કરવામાં આવી છે.

(6:48 PM IST)